Skip to main content
Settings Settings for Dark

CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગઈકાલે ગાંધીનગર ખાતે કોર કમિટીની બેઠક યોજાઈ

Live TV

X
  • આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યના નગરો-મહાનગરોમાં કોવિડ હોસ્ટિપલની ફાયર પોઇન્ટ ઓફ વ્યૂથી ચકાસણી શરૂ કરવામાં આવી છે

    મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગઈકાલે ગાંધીનગર ખાતે કોર કમિટીની બેઠક યોજાઈ હતી.
    આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યના નગરો-મહાનગરોમાં કોવિડ હોસ્ટિપલની ફાયર પોઇન્ટ ઓફ વ્યૂથી ચકાસણી શરૂ કરવામાં આવી છે
     અને આવી ૧૩૫૦ ઉપરાંત હોસ્પિટલોની તપાસ ગયા એક સપ્તાહ દરમ્યાન સમગ્ર રાજ્યમાં કરવામાં આવી છે. 

    મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ પણે જણાવ્યું કે, ગુજરાતે ફાયર સેફ્ટી અંગેની આગવી પહેલ કરીને રાજ્યના યુવા-ઇજનેરોને ખાનગી ફાયર સેફ્ટી ઓફિસર તરીકે તાલીમ સાથે નોંધણીની વ્યવસ્થા વિકાસવીને જુદી-જુદી કેટેગરીના બિલ્ડિંગ્સને આવા એફ.એસ.ઓ(FSO) ઇન્સપેક્શન બાદ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ રિન્યૂ કરી શકે તેવી પારદર્શી પદ્ધતિ ઊભી કરી છે. આ બેઠકમાં રાજ્યોની કોવિડ-19 હોસ્પિટલોમાં ફાયર એનઓસી તપાસણી અને જસ્ટિસ ડી.એ.મહેતા તપાસ પંચની ભલામણો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.આ બેઠકમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગયા સપ્તાહ દરમ્યાન એક હજાર 350 ઉપરાંતની કોવિડ હોસ્પિટલોમાં અચાનક લાગતા આગના બનાવમાં હોસ્પિટલ તંત્રની સજ્જતા અંગેની ચકાસણી કરવામાં આવી છે.
    આ ઉપરાંત હોસ્પિટલના સ્ટાફને અગ્નિ શમન દળના સાધનોની ઉપયોગની તાલીમ પણ સમયબદ્ધ રીતે મળે તે માટે પણ મુખ્યમંત્રીએ સૂચન કર્યું હતું.
    મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, રાજ્યમાં પ્રથમ બેચમાં કુલ 133 જેટલા ફાયર સેફ્ટી ઓફિસર નોંધાયા છે. તેમને તાલીમ આપીને ફાયર ઈક્વિપમેન્ટની ચકાસણી અને એનઓસી અને મોકડ્રીલ માટે તાલીમ આપવા સજ્જ કરાશે.
    રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં અગ્નિ શમન દળના કુલ ૨૩૬૫ જેટલા કર્મચારીઓની જગ્યા ભરી દેવામાં આવી છે અને બાકીની ખાલી જગ્યાઓ ભરવા માટેની કામગીરીની તૈયારી પ્રગતિ માં છે તેમ પણ આ બેઠકની ચર્ચાઓ દરમ્યાન જણાવવામાં આવ્યું હતું.
    દરમ્યાન આ બેઠકમાં જસ્ટિસ ડી.એ.મહેતા તપાસ પંચની ભલામણો સંદર્ભમાં થયેલી ચર્ચા અંગે જણાવ્યું કે, રાજ્ય સરકારે તાજેતરમાં વિધાનસભામાં ક્લિનિકલ એસ્ટાબ્લીશમેન્ટ રજીસ્ટ્રેશન અને રેગ્યુલેશન એક્ટ પસાર કર્યો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
apply