Skip to main content
Settings Settings for Dark

ખેડાના કૃષિ સાહસિકનો ઉજળો પ્રયોગ : એન્જીનીયર યુવાને કરી કાળા ચોખાની સફળ ઓર્ગેનીક ખેતી.

Live TV

X
  • ત્રણ વીઘામાં 150 મણ ઉત્પાદન મેળવ્યુ.ચરોતરમાં બ્લેક રાઇસની ખેતીની વિપુલ પ્રમાણમાં શક્યતાઓ

    ખેડા જિલ્લાના સાંખેજના યુવાન મીકેનીકલ એન્જિનીયર શિવમ પટેલે કાળા ચોખાની ઉત્તમ સદગુણી અને પૌષ્ટીક ખેતી કરી કૃ્ષિ સાહસિકનો સમગ્ર રાજ્યમાં ઉજળો પ્રયોગ કર્યો છે. સાંખેજમાં રહેતા શિવમ પટેલે રાજ્યમાં સૌ પ્રથમવાર બ્લેક રાઇસ એટલે કે કાળા ચોખાની સફળ ઓર્ગેનીક ખેતી કરી છે. ત્રિપુરા અને મિઝોરમ સહિત ઉત્તર પૂર્વમાં થતો આ પાક હવે ગુજરાતમાં પણ જોવા મળશે.

    અવનવા પ્રયોગો કરવાનું તેમજ ખેડૂત પરિવારમાંથી આવતા શિવમે બ્લેક રાઇસની ખેતી અંગે જરૂરી હવામાન સહિતની જાણકારી અને માર્ગદર્શન ઇન્ટંરનેટના માધ્ય મથી મેળવી બ્લેક રાઇસની ખેતી કરવાનું નક્કી કરી ત્રિપુરાથી 15 કિલો બિયારણ મંગાવ્યું હતું. તેમણે પોતાની ત્રણ વીઘા જમીનમાં બ્લેક રાઇસની ખેતી કરી 150 મણ જેટલું ઉત્પાદન મેળવ્યું છે. શિવમે જણાવ્યું કે હાલમાં ડાંગરનું પ્રોસેસીંગ ચાલુ છે. પ્રોસેસીંગ બાદ એક હજાર કિલો જેટલા બ્લેક રાઇસનું ચોખ્ખુંત ઉત્પાદન મળશે. જેનો ચોખાની ગુણવત્તાના આધારે રૂપિયા 300થી 700 કિલોદીઠ ભાવ મળે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
apply