મોરબીની આયુષ હોસ્પિટલમાં ,અદ્યતન ડાયાલીસીસ સેન્ટર શરૂ
Live TV
-
દર્દીઓને ડાયાલીસીસ માટે અન્ય સ્થળે જવાની જરૂર પડશે નહીં
કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજના અંતર્ગત ,મોરબીની આયુષ હોસ્પિટલમાં ,અદ્યતન ડાયાલીસીસ સેન્ટર ,શરૂ કરાયું છે. અનેક જરૂરતમંદ દર્દીઓ ,ઘણી મોટી સંખ્યામાં , આ સેન્ટરનો લાભ લઈ રહ્યાં છે. દર્દીઓને ડાયાલીસીસ માટે ,અમદાવાદ કે પછી રાજકોટ કે જામનગર જવું પડતું હતું. પરંતુ ઘણઆંગણે જ ,આ સુવિધા ઉભી થતાં ,દર્દીઓ અને તેમના પરિવારજનો માટે ,તે આશીર્વાદસમાન બની છે. એટલું જ નહીં સામાન્ય પરિવારની કમર તોડી નાખે ,અને પોતાના પરિવારમાં ,આર્થિક રીતે પણ કમરતોડ ખર્ચ સામે ,ભારત સરકારની કલ્યાણકારીPMJY ,અને માં અમૃતમ યોજનાના કાર્ડ ધરાવતા લાભાન્વીતો માટે ,અહીં નિઃશુલ્ક સારવાર સહીત ,દવા ખર્ચ પેટે ,નિયત રકમ પણ ,આપવામાં આવે છે.
