ગુજરાતના ખેડૂતોને સરકારની સહાય
Live TV
-
માવઠાથી થયેલા નુકશાન સામે ગુજરાતના ખેડૂતો માટે રૂપિયા 3,795 કરોડની સહાયની જાહેરાત સરકારે કરી છે. જેનો લાભ ગુજરાતના 56 લાખ ખેડૂતોને મળશે..
ફરી એક વખત ગુજરાત સરકારે ખેડૂત લક્ષી સરકાર હોવાની મહોર મારી છે. કમોસમી વરસાદના કારણે રાજ્યના 56 લાખથી વધુ ખેડૂતોને પારાવાર નુકસાન થયું હતું. આ નુકસાનની ભરપાઈ કરવાના હેતુથી આજે રાજ્યના મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠક બાદ સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરતા જણાવ્યું કે, રાજ્ય સરકાર તરફથી ખેડૂતો સહાય પેટે રૂપિયા 3 હજાર 795 કરોડની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતના પગલે રાજ્યના કુલ 18 હજારથી વધુ ગામના 56 લાખથી વધુ ખેડૂતોને ફાયદો થશે. અત્રે ઉલ્લેખનીય છે રાજ્ય સરકારે આ અગાઉ રૂપિયા 700 કરોડની સહાય પેકેજની જાહેરાત કરી હતી. પણ ખેડૂતોની વધુ માંગ રહેતા. આજે ફરી એક વખત રાજ્ય સરકારે ખેડૂત લક્ષી નિર્ણય લેતા કુદરતનો માર સહન કરતા જગતના તાતને સહાય રૂપી મલમ લગાવવાનો પ્રયાસ કર્યો છે.
