હેરિટેજ વૃક્ષ ઇતિહાસનો સાક્ષી
Live TV
-
અંગ્રેજો આફ્રિકાથી મજૂરી કરવા પોતાની સાથે ગુલામોને લાવ્યા હતા એ ગુલામોએ અહીં રોપ્યું હતું. 300 વર્ષ કરતા જૂનું ઝાડ અડીખમ ઉભું છે
હાલ જ્યારે હેરિટેજ સપ્તાહ ની ઉજવણી થઇ રહી છે ત્યારે ,સુરતમાં ઘણી ઐતિહાસિક ધરોહરો છે અને ઐતિહાસિક ચીજ વસ્તુઓ છે. જયારે કેટલીક ધરોહરો એવી પણ છે જેનાથી લોકો અજાણ છે જે પૈકી અડાજણ ગામમાં આવેલ ગોરખ આંબલાનું ઝાડ એક છે. તે અંગ્રેજો આફ્રિકાથી મજૂરી કરવા પોતાની સાથે ગુલામોને લાવ્યા હતા એ ગુલામોએ અહીં રોપ્યું હતું.
આ ગોરખ આમલાના ઝાડને ગુજરાત રાજ્ય વન વિભાગ સુરત મહાનગરપાલિકા અને અડાજણ ગામના રહેવાસીઓના પ્રયાસોના કારણે વર્ષ 2012થી હેરિટેજ વૃક્ષ તરીકે સાચવવામાં આવ્યુ છે. આજે 300 વર્ષ કરતા જૂનું ઝાડ અડીખમ ઉભું છે જેણે સુરત ની અનેક ચડતી પડતી અને સુરત ના ઇતિહાસ જોયો છે. આ વૃક્ષ માટે એક હજારથી પાંચ હજાર વર્ષનું આયુષ્ય સામાન્ય ગણાય છે. આ વૃક્ષ એક વખત ઊગી ગયા પછી તેને પાણીની જરૂરત રહેતી નથી.
