ખેડા:વાસ્મો ગાંધીનગરના સહયોગ 'નળ થી જળ' કાર્યક્રમ નડિયાદના કમળા ગામ ખાતે યોજાયો
Live TV
-
આજે સ્વચ્છ પાણી જરૂરી થઇ ગયા છે અને તેમાં પણ આ કોરોના મહામારીમાં દેશમાં લોકોને ઘરના આંગણે પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં ઘર ઘર નળથી જળ મળે અને તમામના ઘરે પાણીની સુવિધા થાય તે હેતુથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા નળ થી જળ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ખેડા જિલ્લાના તમામ ગામડાઓમાં સુવિધા ઉપલબ્ધ થાય તે માટે વાસ્મો ગાંધીનગર દ્વારા ખેડા જિલ્લા યુનિટ અંતર્ગત નડિયાદ તાલુકાના કમળા ગામે લોકભાગીદારીથી દોઢ લાખ લીટર પાણીનો સંગ્રહ થાય 80 જેટલા ઘરોમાં પીવાનું પાણી ચોખ્ખું અને મીઠું મળી રહે તે માટે ખેડા જિલ્લા જળ અને જાહેર સ્વચ્છતા એકમ દ્વારા માટે ૧૬ લાખના ખર્ચે ભૂગર્ભ સંપ આરસીસી , મશીનરી, રા. મેઇન તેમજ પાઇપલાઇન તથા ૮ લાખના ખર્ચે બોરકુવા નું લોકાર્પણ અને ભૂગર્ભ સંપ નું ખાતમુરત નડિયાદ તાલુકા પંચાયતના પ્રમુખ સંજયસિંહ મહીડા ના વરદ હસ્તે કરવામાં આવ્યું તેમજ કમળા ગ્રામ પંચાયત ના સરપંચ નટવર સિંહ સોલંકી, ભરત ભાઈ ચૌહાણ તલાટી તેમજ ગ્રામ પંચાયતના સભ્યો અને અગ્રણીઓ ની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.
કમળા ગામમાં પીવાનું મીઠું પાણી છેલ્લા કેટલાક સમયથી મળતું ન હતું. તાજેતરમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઘર ઘર જલ કાર્યક્રમ અંતર્ગત ઘેર ઘેર નળ કનેકશન આપવાના પ્રોજેક્ટ અનુસંધાન કમળા ગામ માં અલગ અલગ વિસ્તારોમાં મીઠું પાણી મળી રહે, તમામ ના ઘેર ઘેર તે માટે નું ખાતમુહૂર્ત લોકભાગીદારીથી પૂર્ણ થયું હતું. 16 લાખના ખર્ચે બનનાર ભૂગર્ભ સંપ આરસીસી બનવાથી કમળા ગામમાં પાણીની જરૂરિયાત ઊભી થાય તો આ સંપ માં ભેગુ કરી તેનો ઉપયોગ કરી શકાય.આ ઉપરાંત મીઠા પાણીનો બોર બનાવવા થી ખારા પાણીની સમસ્યા ઓછી થઈ હતી.આ પ્રસંગે વાસમોના એન્જિનિયર તેજસ શુક્લ હાજર રહ્યા હતા.
