Skip to main content
Settings Settings for Dark

નર્મદા: રાજપીપળા કોવિડ હોસ્પિટલ ખાતે ફાયરસેફટી સંબંધિત હાજર સ્ટાફ માટે ટ્રેનિંગ

Live TV

X
  • આજકાલ દેશ અને રાજ્યમાં કોઈ ને કોઈ કારણસર હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાઓ અબી રહી છે આવા સંજોગોમાં ત્યાં ઘણી વખત ફાયરબ્રિગેટ પહોંચતા વાર થાય ત્યારે થાય ફરજ પર  કામ કરતો સ્ટાફ મદદરૂપ બની રહે તેમાટે નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા  કોવિડ  હોસ્પિટલ અને જનરલ હોસ્પિટલમાં અચાનક આગની દુર્ઘટનાથાય તો ફાયર ટિમ દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે  રાજપીપળા માં  કાર્યરત જિલ્લાની કોવિડ હોસ્પિટલના બીજા માળ એક સેમિનાર યોજાયો જ્યાં  ICU વોર્ડમાં આકસ્મિક  આગ લાગતા ફરજ પરના તબીબી અધિકારી, સ્ટાફ અને GRD ના કર્મીઓએ ICU વોર્ડના દરદીઓને તાત્કાલિક કેવી રીતે સલામત સ્થળે પહોચાડવામાં સફળતા મળે તે અંગે માર્ગદર્શન અપાયું, રાજપીપળા નગરપાલિકાના ફાયરબ્રિગેડના ફાયરમેન  અનિલભાઇ રોહિતે આ આગ નું સચોટ નિદર્શન કરી આગ લાગે ત્યારે શું કરવું તેમજ ABC અને BC ટાઇપના ફાયર ઇસ્ટીંગીશરનો કયારે અને કઇ રીતે ઉપયોગ કરવો તેની વિસ્તૃત સમજ પૂરી પાડી આ કાર્યક્રમમાં  પ્રાંત અધિકારી કે.ડી.ભગત, નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમાર, રાજપીપલા નગરપલિકાના ચીફ ઓફિસર  પરાક્રમસિંહ મકવાણાએ આગની દુર્ઘટના સંદર્ભે પ્રથમ અને ઝડપ થી કરવાના કાર્યોની માહિતી આપી હતી ,નાંદોદના પ્રાંત અધિકારી કે.ડી.ભગતે ઉકત આગની દુર્ઘટના સેમિનાર અને નિદર્શનની જાણકારી આપતાં જણાવ્યુ હતું કે, જિલ્લા  આરોગ્ય, પોલીસ વિભાગ, નગરપાલિકા અને રેવન્યુ વિભાગના પ્રયાસોથી આ નિદર્શન  યોજવામાં આવ્યું છે.જેમાં  કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાનો  અનિચ્છીનીય બનાવ બને  ત્યારે કોવિડ હોસ્પિટલ ખાતે ફરજ પર જે રહેવાના છે તેવા મેડીકલ, પેરામેડીકલ અને GRD ના સ્ટાફને  ટ્રેનિંગ આપવામાં આવી છે. તેમજ આગ લાગે ત્યારે શું કરવું તેમજ કોવિડ હોસ્પિટલ ખાતે જુદી જુદી સિસ્ટમો છે તેનાથી માહિતગાર કરવામાં આવ્યાં છે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-05-2026 Max Temp : °C Min Temp : °C
apply