Skip to main content
Settings Settings for Dark

સુરતઃપીએફ ઓફિસ દ્વારા કોવિડ પોલિસી હેઠળ છેલ્લા 3 મહિનામાં 18 કરોડ ચૂકવાયા

Live TV

X
  • આ અંગે પીએફ કમિશનર અજીત તિવારીએ જણાવ્યું હતું કે "કોરોનાની સારવાર માટે લોકોને તકલીફ ન પડે તે માટે પીએફ ઓફીસ દ્વારા કોવિડ પોલીસી શરૂ કરવામાં આવી છે

    આજે સમગ્ર વિશ્વમાં અને ભારતમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને ત્રીજી લહેર આવાની આગાહી કરી છે ; ત્યારે લોકોને આર્થિક ભારણ ઓછું થાય તે માટે કોરોનાની સારવાર દરમિયાન લોકોએ ઘણો એવો ખર્ચો થતો હોય પોતાની જમા મૂડી ઉપાડવાની જરૂર ઉભી થઇ હતી. ત્યારે સરકારે જાહેર કરેલ એક આંકડા પ્રમાણે બીજી લહેર સમયે છેલ્લા ત્રણ મહિનામાં પી.એફ.માંથ કોવિડ અંતર્ગત 81 હજારમાંથી 11 હજાર કોવિડ ક્લેઇમ પાસ થયા હતા.

    છેલ્લા 3 મહિનામાં પી.એફ.માંથી 11 હજાર કોવિડ ક્લેઇમ પાસ થયા
    કોરોનાની મહામારીમાં  લોકો પોતાની બચતમાંથી ગુજરાન ચલાવતા હતા;  જેમાં ઘણા લોકોએ પોતાના પીએફમાંથી પણ કોવિડ ક્લેઇમ અંતર્ગત રૂપિયા ઉપાડવાની જરૂર પડી હતી. કોરોનાની પ્રથમ લહેરમાં ગુજરાત અને તેમાં પણ દક્ષિણ ગુજરાત માર્ચ 2020 થી 2021 સુધીમાં 2,85,000 ક્લેઇમમાંથી 49000 કોવિડ ક્લેઇમ પાસ કરવામાં આવ્યા હતા. જ્યારે બીજી લહેરમાં 3 મહિનામાં 81000 ક્લેઇમ કરવામાં આવ્યા હતા. જેમાંથી 11000 કોવિડ ક્લેઇમને પાસ કરવામાં આવ્યા હતા.

    છેલ્લા દોઢ વર્ષ થઇ ચાલી રહેલા કોરોનાએ લોકોની આર્થિક હાલત ખરાબ કરી દીધી છે. ઘણા લોકોએ તો પોતાની પુરી જમા મૂડી ખર્ચવાનો વારો પણ આવ્યો છે. આવામાં સરકાર દ્વારા ગતવર્ષે પીએફ ઓફીસમાં કોવિડ ક્લેઇમની સુવિધા શરૂ કરવામાં આવી હતી.
    પી.એફ. કમિશ્નર અજીત તિવારીએ કોવિડ ક્લેઇમ અંગે આપી જાણકારી
    આ અંગે પીએફ કમિશનર અજીત તિવારીએ જણાવ્યું હતું કે "કોરોનાની સારવાર માટે લોકોને તકલીફ ન પડે તે માટે પીએફ ઓફીસ દ્વારા કોવિડ પોલીસી શરૂ કરવામાં આવી છે. જેમાં ગત વર્ષથી શરૂ કરવામાં આવેલી આ પોલીસીમાં લોકો પોતાના પીએફમાંથી અમુક ટકા રકમ ઉપાડી શકે છે. કોરોનાની પહેલી લહેરમાં ગત વર્ષ માર્ચ 2020 થી લઈને માર્ચ 2021 સુધીમાં કુલ 2.85 લાખ ક્લેઇમ પીએફ માટે કરવામાં આવ્યા છે. જેના હજુ સુધી 850 કરોડ લોકોને ચૂકવી દેવામાં આવ્યા છે. આ ક્લેઇમમાંથી 49000 ક્લેઇમ માત્ર કોવિડ ક્લેઇમ હતા. જેઓને  પીએફ ઓફીસ દ્વારા 88 કરોડ ચુકવવામાં આવ્યા હતા. જ્યારે કોરોના ની બીજી લહેરમાં માત્ર 3 મહિનામાં જ 81000 જેટલા પીએફ માટેના ક્લેઇમ થયા છે. જેઓને 175 કરોડ ચુકવવામાં આવ્યા હતા. આ ક્લેઇમમાંથી  11000 ક્લેઇમ કોવિડ માટે હતા. જેઓ ને 18 કરોડ ચૂકવવામાં આવ્યા છે. કોરોનાની બીજી લહેરમાં 3 મહિનામાં ગત વર્ષની સરખામણીમાં વધુ ક્લેઇમ થયા હતા. જ્યારે 40000 જેટલા પેંશનરો ને 6.9 કરોડ ચુકવવામાં આવ્યા છે.
     
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-05-2026 Max Temp : °C Min Temp : °C
apply