ખેડા જીલ્લામાં આવેલા સ્વામિનારાયણ તીર્થધામ વડતાલ મંદિરમાં કોવિડ કેર સેન્ટર કાર્યરત
Live TV
-
૩૫ ગામડાઓ અને ૧૫ હોસ્પિટલમાં રોજ ૨૧૦૦ જેટલા લોકોને નિઃશુલ્ક ભોજનનું સંસ્થા દ્વારા વિતરણ થાય છે.
ખેડા જીલ્લામાં આવેલા સ્વામિનારાયણ તીર્થધામ વડતાલ મંદિરમાં કોવિડ કેર સેન્ટર કાર્યરત થયું છે. હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ અને તેમના સગા સ્નેહીઓને વડતાલ મંદિર દ્વારા સવાર- સાંજ બંને સમય વિનામુવલ્યે ભોજન પુરૂ પાડવામાં આવે છે. ૩૫ ગામડાઓ અને ૧૫ હોસ્પિટલમાં રોજ ૨૧૦૦ જેટલા લોકોને નિઃશુલ્ક ભોજનનું સંસ્થા દ્વારા વિતરણ થાય છે. આ હેતુસર વિસ્તાર પ્રમાણે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે .જેથી જરૂરીયાત ધરાવતા લોકો સવારે ૮-૦૦ વાગ્યા પહેલા અને સાંજે ત્રણ વાગ્યા પહેલા ટીફીનની સંખ્યા અને સરનામાની નોંધણી કરાવે છે. તે પ્રમાણે વડતાલ મંદિરની સ્વયં સેવકોની ટીમ ઘેર અને હોસ્પિટલમાં ભોજન પહોંચાડે છે. નડિયાદ જીલ્લાની ૬ અને આણંદ જિલ્લાની ૯ હોસ્પિટલો તથા બંને જીલ્લાના ૩૫ ગામડાઓમાં સાત જુદી જુદી ટીમે ભોજનના ટીફિન પહોંચાડે છે .
