Skip to main content
Settings Settings for Dark

પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં યુવા મોરચા દ્વારા કર્ણાવતી મહાનગર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કર્યુ

Live TV

X
  • રક્તદાન શિબિરમાં યુવા કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હાજર રહ્યા હતા

    હાલ કોરોનાના કારણે શહેરમાં લોહીની અછત સર્જાય છે ત્યારે લોહીની જરૂરીયાત જેમ કે  થેલેસેમિયા વગેરે દર્દી ઓને  નિયમિત લોહી મળી રહે તે માટે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા ગઇકાલે નિકોલમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકરોએ રક્તદાન કર્યું હતું.

    રક્તદાન શિબિરમાં યુવા કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હાજર રહ્યા હતા અને કાર્યકર્તાઓને ઉત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા કોરોનાને અટકાવવા માટે તમામ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યાર સુધીમાં પાંચ હજારથી વધુ યુનિટ લોહી, રક્તદાન શિબિર દ્વારા એકત્ર કરવામાં આવ્યું છે. જેથી લોહીની જરૂરિયાત હોય તેવા દર્દીઓને મળી રહે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply