'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના' હેઠળ આજથી રાજ્યમાં વિનામૂલ્યે અનાજનું વિતરણ
Live TV
-
આ ઉપરાંત રાજ્યના 71.54 લાખથી વધુ NFSA રાશકાર્ડ ધારકોની 3.47 કરોડ જનસંખ્યાને મે મહિનામાં રાહતદરે નિયમિત વિતરણ કરવામાં આવશે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વધારાના અનાજનું આજથી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યના 71.54 લાખથી વધુ NFSA રાશકાર્ડ ધારકોની 3.47 કરોડ જનસંખ્યાને મે મહિનામાં રાહતદરે નિયમિત વિતરણ કરવામાં આવશે. અન્ન વિતરણ વ્યવસ્થા સરળતાથી કાર્યરત રહે તે માટે 11મે થી 20 મે-2021 દરમ્યાન રાશનકાર્ડ બુકલેટ નંબરમાં પાછલા આંકડાની સંખ્યા એટલે કે છેલ્લે 21 હોય તો 1 નંબર સમજવો તે રીતે રાહતદરનું નિયમિત વિતરણ અને 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના'ના વિનામૂલ્યે વિતરણના દિવસો નિર્ધારિત કર્યા છે. અનિવાર્ય સંજોગોમાં જો કોઈ લાભાર્થી નિયત કરેલ દિવસે વાજબી ભાવની દુકાનેથી તેઓેને મળવાપાત્ર આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો મેળવી ન શકે તો તેઓ તા 21મે થી 31મે 2021 સુધીમાં વ્યાજબી ભાવની દુકાન ખાતેથી મેળવી શકશે. કોઈ પણ લાભાર્થી અન્ન વિતરણથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.
