ખેડૂતોએ કર્યો અનોખો વિરોધ, કલેક્ટર કચેરીએ આંખે પાટા બાંધી આવેદન આપવા પહોંચ્યા
Live TV
-
ખરીફ સીઝન 2018-19નો કપાસનો પાકવીમો તાત્કાલિક મંજુર કરી ચુકવવા બાબત તેમજ ખરીફ વર્ષ 2019-20 માં યોજનાની જોગવાઈ મુજબ નિષ્ફળ જતા પાકનું સર્વે કરાવી ખેડૂતોને 25% ઓન એકાઉન્ટ રકમ ખેડૂતોને અપાવવા બાબત આ આવેદન આપવામાં આવ્યું હતું
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે જિલ્લાના ખેડૂતોએ કર્યો અનોખો વિરોધ નોંધાવી આવેદન આપવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. કપાસના પાક વીમા મુદ્દે ખેડૂતો એ આજે ખંભાળિયા કલેક્ટર કચેરી પહોંચી અનોખા વિરોધ સાથે આવેદન આપવા પહોંચ્યા હતા ગુજરાત કિસાન કોંગ્રેસ અને ખેડૂતોએ આજે કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા આવેદનપત્ર આપવા પહોંચ્યા, તે સમયે ખેડૂતોએ આંખોમાં પટ્ટી બાંધી અને એક ખેડૂત દ્વારા હાથ પકડી આંખ પર પટ્ટી બાંધેલ અન્ય તમામ ખેડૂતને માનવ સાંકળ કરી કલેકટર કચેરી બતાવી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરી આવેદન આપવા પહોંચ્યા હતા.
પ્રધાનમંત્રી પાકવીમા યોજના અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતોએ ગત ખરીફ સીઝન 2018-19 દરમિયાન મુખ્યત્વે મગફળી અને કપાસ પાકના વધારે વાવેતર કર્યું હતું અને એ મુજબ ખેડૂતોએ મગફળી અને કપાસ પાક માટે પાકવિમો લીધો હતો રાજ્યના અન્ય જિલ્લાઓમાં કપાસનો પાકવિમો જાહેર થઈ ગયો છે પરંતુ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કપાસનો પાકવીમો હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી જેને અનુલક્ષી આજે ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચી પોતાનો વિરોધ નોંધાવી આવેદન આપવા પહોંચ્યા હતા.
ગત વર્ષની ખરીફ સીઝન 2018-19 દરમિયાન ગુજરાત સરકાર દ્વારા રાજ્યના 95 તાલુકાઓને અછતગ્રસ્ત કે સ્પેશિયલ પેકેજ આપી ખેડૂતોના પાક નિષ્ફળ ગયા તેના બદલામાં આર્થિક સહાય આપવામાં આવી હતી રાજ્ય સરકારે પાક નિષ્ફળ ગયો છે એ સ્વીકારી નિષ્ફળ પાકનું વળતર ખેડૂતોને આપી એ વાતનો સ્વીકાર કર્યો છે કે ખેડૂતોનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે આ ઉપરાંત રાજ્ય સરકાર અને પાકવીમા કંપનીએ મગફળી પાક માટે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરેરાશ 70 થી 75% પાકવિમો મંજુર કર્યો છે અને ખેડૂતોને ચૂકવાઇ પણ ગયો છે પરંતુ કપાસનો પાકવિમો હજુ સુધી ચુકવવામાં આવ્યો નથી જે તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી માંગ ખેડૂત દ્વારા કરવામાં આવી હતી .
વાવાઝોડા સમયે આવેલા વરસાદી ઝાપટામાં આપણાં જિલ્લામાં ખેડૂતોએ વાવણી લાયક વરસાદ સમજી વાવેતર તો કરી દીધા છે ખેડૂતોએ મગફળી અને કપાસ બન્ને પાકના વાવેતર કરી અત્યારે કુદરત તરફ મીટ માંડી કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે વાયુ વાવાઝોડા સમયે પડેલ વરસાદ બાદ એક મિલીમીરર વરસાદ જિલ્લામાં ક્યાંય નોંધાયો નથી આપણા જિલ્લામાં સિંચાઇની સગવડ ન હોય પાકનો સંપૂર્ણપણે આધાર વરસાદ પર જ રહે છે અને વાવણી પછી એક મહિનાથી વરસાદ ન પડવાના કારણે અત્યારે ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે ખેડૂતના મોંઘાં દવા બિયારણ અને ખાતર તો ખરાબ થયા જ છે સાથે સાથે ખેડૂતોના સપના રોળાઈ ગયા છે આખી મોસમ નિષ્ફળ જવા બરાબરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખેડૂતોની સાથે સાથે ખેતી પર આધારિત ખેત મજૂરોની હાલત પણ કફોડી થઈ છે એમની પાસે કોઈ રોજગાર ન હોય બે ટંક નો રોટલો રળવાના ફાંફા પડી રહ્યા છે આવી વિકટ પરિસ્થિતિમાં ખાનગી પાકવિમાં કંપની ને બોલાવી પાકની નિષ્ફળતા અંગે સર્વે કરાવી ખેડૂતોને પાકવિમાના દાવા ની રકમના 25% અત્યારે જ તાત્કાલિક ચુકવવામાં આવે, બાકીના દાવા અંગે પાકવિમાં યોજનાની જોગવાઇઓ મુજબ નિયત સમયે ક્રોપ કટિંગ કરી વધઘટ સરભર કરવામાં આવે, મહાત્મા ગાંધી નરેગા યોજના કે એના જેવી કોઈપણ બીજી યોજના અંતર્ગત ખેતમજૂરોને રોજગારની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી.
2018-19 ખરીફ સિઝનનો કપાસનો પાકવીમો તાત્કાલિક ચુકવવામાં આવે, ચાલુ વર્ષ 2019-20 માં સુકાઈ રહેલા પાકનું સર્વક્ષણ કરાવી પાકવીમાં યોજનાની જોગવાઈ મુજબ 25% ઓન એકાઉન્ટ રકમ ખેડૂતોને ચુકવવામાં આવે તેવી માંગણી સાથે ખેડુતો કલેક્ટર કચેરી આંખે પાટા બાંધી આવેદન આપવા પહોંચ્યા હતા
