Skip to main content
Settings Settings for Dark

ખોટા તબીબી પ્રમાણપત્રો રજુ કરી જિલ્લા ફેરબદલી માંગતા શિક્ષકોની તપાસ સી.આઇ.ડી.ને સોપાઇ

Live TV

X
  • રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય; વધુ તપાસની જવાબદારી સી.આઈ.ડી.ને સોંપાઈ, અલગ-અલગ તપાસના બદલે સર્વગ્રાહી તપાસ માટે લેવાયો નિર્ણય

    ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકો ખોટા તબીબી પ્રમાણપત્રો રજુ કરી, જિલ્લા ફેરબદલી માંગતા સત્તર જેટલા શિક્ષકોની તપાસ સી.આઇ.ડી. ક્રાઇમને સોંપવાનો રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 
    આ અંગે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, બાળકોના ઘડતરમાં પ્રાથમિક શિક્ષકોનો મહત્વનો ફાળો હોય છે. ત્યારે આવા શિક્ષકો માંદગી અંગેના બનાવટી તબીબી પ્રમાણપત્રો રજુ કરી જિલ્લા ફેર બદલીની માંગણી કરે છે. તેમણે કહ્યું કે, આ બાબતની સર્વગ્રાહી તપાસ માટે નિર્ણય લેવામાં આવ્યો છે. 
    તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સત્તર જેટલા શિક્ષકો સામે વિવિધ જિલ્લા મથકોએ ફોજદારી તપાસ ચાલી રહી હતી, તેવા સંજોગોમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ તપાસ રાજય કક્ષાએથી થાય તે માટે રાજય સરકારને રજૂઆત કરતા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply