Skip to main content
Settings Settings for Dark

ગુજરાત વિધાનસભાએ પસાર કરેલા 8 વિધેયકો પર રાજ્યપાલે મહોર લગાવી

Live TV

X
  • ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત વિધાનસભાએ પસાર કરેલા 8 વિધેયકો ઉપર મંજૂરીની મહોર મારી

    ગુજરાત વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોની સુખાકારી અને સુરક્ષાને વધુ સુદ્રઢ બનાવવા માટે રાજ્ય સરકારે 14 મી ગુજરાત વિધાનસભાના 8 માં સત્રમાં 15 જેટલા વિધેયકો રજૂ કરવામાં આવ્યા હતા. જે પૈકી અગાઉ વિધાનસભા સત્ર દરમિયાન મંજુર થયેલા 7 વિધેયકો પ્રસિધ્ધ થયા બાદ, હવે ગુજરાત ફ્રીડમ ઓફ રીલીજીયન (સુધારા) વિધેયક, ગુજરાત (લવ જેહાદ),  અશાંતધારા સુધારા વિધેયક,  ગુજરાત ક્લીનીકલ એસ્ટાબ્લીશમેંટસ સુધારા વિધેયક અને ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક સહિતના કુલ 8 વિધેયકોને રાજ્યપાલશ્રીએ મંજૂરી આપી દીધી છે, જે હવે કાયદો બનશે. 
    આ અંગે વાત કરતા ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોની સુખાકારી અને સુરક્ષાને દ્રઢ બનાવવા માટે જરૂરી કાયદા બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply