સાબરકાંઠાના 'ઈડરીયા ગઢ' માં પહેલી વાર જોવા મળી દુર્લભ જાતિની 'રસ્ટી સ્પોટેડ કેટ'
Live TV
-
સાબરકાંઠા જિલ્લાથી લઇ સમગ્ર ઉત્તર ગુજરાતમાં પહેલી વાર ઈડરીયા ગઢ પર શિડ્યુલ -૧માં આવતી ર'સ્ટી સ્પોટેડ કેટ' જોવા મળી છે. ભારતમાં આ દુર્લભ જાતિની બિલાડી મોટા ભાગે દક્ષિણ ભારત, પશ્ચિમ ઘાટ તથા કશ્મીરના કેટલાંક ભાગોના જંગલોમાં જોવા મળે છે. જ્યારે ગુજરાતમાં ડાંગ, ગીર અને છોટા ઉદેપુરના જંગલમાં ક્યારેક જોવા મળે છે.
તાજેતરમાં જ મિશન ગ્રીન ઈડર ટીમના સભ્યો ઈડરીયા ગઢ ઉપર વાવેલ વૃક્ષોને પાણી પીવડાવી પરત ફરી રહ્યા હતાં, ત્યારે દૂરથી દીપડા જેવું જનાવર જણાતા ટીમના એક સભ્ય દ્વારા તસવીર લેતા, આ એક દુર્લભ પ્રજાતિની 'રસ્ટી સ્પોટેડ કેટ' હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગેની જાણકારી સાબરકાંઠા જિલ્લાના વન અધિકારીને આપવામાં આવી છે, અને સાબરકાંઠા વન વિભાગ દ્વારા આવી દુર્લભ જાતિની બિલાડીની કેટલી સંખ્યા આ વિસ્તારમાં છે, તે જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
