ગાંધીનગરઃ કોબા ગામ ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનો પ્રારંભ
Live TV
-
ગાંધીનગર જિલ્લાના કોબા ગામે શ્રમદાન થકી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાયો હતો. અમદાવાદમાં રાજ્યપાલ શ્રી દેવવ્રતજી એ સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાવી હતી.
આ પ્રસંગે સંબોધન કરતાં રાજ્યપાલે જણાવ્યું હતું કે સ્વચ્છતા અભિયાન અંતર્ગત તારીખ 1 થી 10 દરમિયાન તેઓ ગુજરાતમાં કોઈ પણ એક ગામમાં જઈને સફાઈ કરશે.
આ ઉપરાંત બેટી બચાવો બેટી પઢાવોના સૂત્ર પર પણ તેમણે ભાર મુક્યો હતો. સફાઈ અભિયાનમાં ગાંધીનગરના કલેક્ટર કુલદીપ આર્ય, ડીડીઓ આર.આર. રાવલ , તેમજ જિલ્લા વહીવટી તંત્ર તથા ગામના સરપંચ સહિત સ્કૂલના બાળકો અને ગામ લોકોએ ભાગ લીધો હતો.
