ગાંધીનગરઃ નોંધાયેલી ગૌશાળા, પાંજરાપોળોને પશુદીઠ રૂ. 25 દૈનિક સહાય રાજ્ય સરકાર આપશે
Live TV
-
રાજ્યના મૂંગા-અબોલ પશુજીવોને ઘાસચારો-પશુ આહાર મેળવવામાં મુશ્કેલી ન પડે તેવી સંવેદના સાથે રાજ્યની નોંધાયેલી ગૌશાળા, પાંજરાપોળના નોંધાયેલા પશુઓ માટે પશુદીઠ દૈનિક રૂ. 25 સહાય રાજ્ય સરકાર તરફથી આપવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેરને પરિણામે સર્જાયેલી સ્થિતીને કારણે રાજ્યના મૂંગા-અબોલ પશુજીવોને ઘાસચારો-પશુ આહાર મેળવવામાં મુશ્કેલી ન પડે તેવી સંવેદના સાથે રાજ્યની નોંધાયેલી ગૌશાળા, પાંજરાપોળના નોંધાયેલા પશુઓ માટે પશુદીઠ દૈનિક રૂ. 25 સહાય રાજ્ય સરકાર તરફથી આપવાનો નિર્ણય કર્યો છે.
ગૌશાળા, પાંજરાપોળના આશરે 4.50 લાખ જેટલા પશુઓ માટે જૂન-જુલાઇ એમ બે મહિના સુધી આ સહાય ચુકવાશે. મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઊર્જા મંત્રી સૌરભ પટેલ અને વરિષ્ઠ સચિવશ્રીઓની ઉપસ્થિતીમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગૌશાળા, પાંજરાપોળને આ સહાય આપવાથી રાજ્ય સરકાર અંદાજે રૂ. 70 કરોડનો વધારાનો બોજ વહન કરશે.
કોરોનાની પહેલી લહેર દરમિયાન મુખ્યમંત્રીએ આવી રુ. 25ની દૈનિક પશુ સહાય એપ્રિલ અને મે-2020 મહિનામાં પણ પાંજરાપોળ ગૌશાળાઓ માટે જાહેર કરેલી હતી અને જિલ્લા કલેકટર તંત્ર દ્વારા તે ગૌશાળા-પાંજરાપોળને પહોચાડવામાં આવી હતી.
