રાજ્યમાં કોરોનાનાં નવા 1207 કેસ નોંધાયા, 17 દર્દીઓનાં મૃત્યુ
Live TV
-
રાજ્યમાં કોરોનાની બીજી લહેરની ઝડપ ઘટી રહી છે અને સતત એક મહિનાથી કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને નવા કેસ કરતાં ડિસ્ચાર્જ થનારની સંખ્યા વધી રહી છે. 78 દિવસ બાદ પહેલીવાર 1276થી ઓછા નવા કેસ નોધાયા છે. અગાઉ 18 માર્ચે એટલા કેસ નોઁધાયા હતા. રાજ્યમાં 24 કલાકમાં 1207 નવા કેસ નોંધાયા છે. 50 દિવસ બાદ પહેલીવાર 3 હજાર 18 દર્દી સાજા થયા છે. અગાઉ 15 એપ્રિલે 3 હજાર 23 દર્દી સાજા થયા હતા. તો રાજ્યમાં એક્ટિવ કેસ 25 હજારથી ઘટીને 24 હજાર 404 થયા છે.
દૈનિક મૃત્યુઆંક 17 થયો છે. આમ સતત 30મા દિવસે નવા કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ રહી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 95.78 ટકા થયો છે. રાજ્યમાં આજે કુલ 1 લાખ 75 હજાર 359 વ્યક્તિઓએ રસી લીધી હતી. આ સાથે રાજ્યમાં કુલ 1 કરોડ 76 લાખ 39 હજાર 673 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં વિવિધ જિલ્લાવાર દૈનિક કેસોની વિગતે વાત કરીએ તો વડોદરામાં 236, અમદાવાદમાં 196, સુરતમાં 137, રાજકોટમાં 88, જૂનાગઢમાં 87, ગીર સોમનાથમાં 50, જામનગરમાં 45, આણંદમાં 29, ભાવનગરમાં 26, કચ્છમાં 23, ગાંધીનગરમાં 16, મહેસાણામાં 13 કેસ નોંધાયા છે.
