Skip to main content
Settings Settings for Dark

ધોરણ-10ના વિદ્યાર્થીઓના મૂલ્યાંકનની કાર્યપદ્ધતિ થઈ નક્કી

Live TV

X
  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજે ધોરણ 10 બોર્ડના નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માટે ગાઇડલાઇન જાહેર કરી છે. જેમાં બે ભાગમાં મૂલ્યાંકન કરવામાં આવશે. ધોરણ-9ની સામાયિક કસોટી અને ધોરણ-10ની એકમ કસોટીના આધારે પરિણામ આપવામાં આવશે. જેમાં 80 માર્કનું મુલલ્યાંકન અને 9 અને 10માંથી તથા શાળાના મૂલ્યાંકનના 20 માર્કમાંથી પરિણામ આપશે. જૂનના અંતિમ વીકમાં પરિણામ ઓનલાઈન મુકવામાં આવશે. પ્રથમ અને બીજી કસોટીના 40 ટકા ગુણમાં રૂપાંતરિત કરવામાં આવશે. જે વિદ્યાર્થીને 80માંથી 26 કે સ્કૂલના 20 માર્ક્સમાંથી 7 માર્ક પણ ના મળે તો પણ તેને પાસ કરી. તેની માર્કશીટમાં ક્વોલિફાઈડ ફોર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ લખવામાં આવશે.

    ​​ધો.10ના વિદ્યાર્થીઓનું 2 ભાગમાં મૂલ્યાંકન થશે​​​​​

    ધો.9ના સામાયિક કસોટીમાંથી માર્ક્સ અપાશે
    ધો.10ની ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષાના 30 ગુણ
    ધો.9ની સામાયિક કસોટીમાંથી મહત્તમ 20 માર્ક્સ અપાશે
    ધો.10ની એકમ કસોટીમાંથી મહત્તમ 10 માર્ક્સ મળશે
    શાળાના આંતરિક મૂલ્યાંકનના 20 માર્ક્સ રહેશે

    સામયિક કે એકમ કસોટીમાં ગેરહાજર રહેલા વિદ્યાર્થી પણ પાસ થશે

    મૂલ્યાંકન માટે પસંદ કરવામાં આવેલા ધારા-ધોરણો કોવિડ-19ની પરિસ્થિતિના પહેલાના શૈક્ષણિક વર્ષોના હોવાથી કોઈ ઉમેદવારની બાબતમાં નિયત કરેલા એક અથવા એકથી વધુ ધારા-ધોરણોના માપદંડોમાં ઉમેદવાર ઉપસ્થિત ન હોય તેવું પણ બની શકે. આવા કિસ્સામાં માસ પ્રમોશનથી પાસ કરવાના હોવાથી બોર્ડ દ્વારા ખુટતા માર્ક મૂકીને પાસ જાહેર કરવામાં આવશે. મૂલ્યાંકન માટેના નિયત કરેલા માપદંડોમાં કોઈ એક માપદંડમાં કે એક કરતા વધુ માપદંડમાં ઉમેદવાર ગેરહાજર હોય તો તેવા કિસ્સામાં શૂન્ય માર્ક દર્શવવાના રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-05-2026 Max Temp : °C Min Temp : °C
apply