Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગરઃ પાટણની HNGU નિર્મિત ઓક્સિજન પ્લાન્ટનું CM રૂપાણીએ લોકાર્પણ કર્યુ

Live TV

X
  • ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ હોસ્પિટલો ધરાવતો જિલ્લો પાટણ છે અને પાટણમાં નવો ઓક્સિજન પ્લાન્ટ બનવાથી ઉત્તર ગુજરાતના લોકોને પાટણમાં પુરતો ઓક્સિજન મળી રહેશે.

    CM વિજય રૂપાણીએ આજે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) દ્વારા નિર્મિત ઓક્સિજન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ ગાંધીનગરથી કર્યુ હતું. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ કોરોના કાળમાં ઓક્સિજન રિફીલીંગ પ્લાન્ટ શરૂ કરનારી રાજ્યની સૌ પ્રથમ ગ્રાન્ટેડ યુનિવર્સિટી બનવાનું ગૌરવ મેળવ્યુ છે.

    હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ ઓક્સિજન રિફિલીંગ પ્લાન્ટને રૂ. 60 લાખના ખર્ચે માત્ર 15 દિવસમાં તૈયાર કરવામાં આવ્યો છે. આ ઓક્સિજન પ્લાન્ટની સારી વાત એ છે કે, તે 13 કિલો લીટર પ્રવાહી ઓક્સિજનની ક્ષમતા ધરાવે છે જેથી એકસાથે 40 ઓક્સિજન સિલીન્ડર ભરી શકાશે. આવાનારા સમયમાં પાટણ શહેર-જિલ્લા અને આસપાસના તાલુકાઓમાં ઓક્સિજનની જરૂરિયાત આ પ્લાન્ટથી પૂર્ણ થઇ શકશે. આ ઉપરાંત યુનિવર્સિટીના વિવિધ ભવનોમાં રિસર્ચ માટે અને ઉદ્યોગોમાં પણ આ ઓકસીજનનો ઉપયોગ જરૂરિયાત મુજબ  થઈ શકશે. 

    CM રૂપાણીએ આ અવસરે સ્પષ્ટ પણે કહ્યું હતું કે, ગુજરાતમાં ઓક્સિજનના અભાવે એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની મદદથી રાજ્યમાં ઓકસીજન પુરવઠાની વ્યવસ્થાઓ કરી હતી અને રોજની 250 ટન ખપત થી વધીને 1200 ટન થઈ તો પણ  કોઈ ઓક્સિજનની તંગી થવા દીધી નથી એમ તેમણે કહ્યું હતું. કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે ગુજરાત સંપૂર્ણ સજ્જ છે તેવો વિશ્વાસ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે વ્યકત કર્યો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply