Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગરઃ વિધાનસભા સંકુલમાં BJP ધારાસભ્યોની બેઠક મળશે, પ્રદેશ ભાજપ પ્રભારી ભુપેન્દ્ર યાદવ હાજર રહેશે

Live TV

X
  • ગુજરાત પ્રદેશ ભાજપ પ્રભારી ભુપેન્દ્ર યાદવ આજે ફરીવાર ગુજરાત આવ્યા છે. આ પહેલાં તેઓ બે દિવસ ગાંધીનગર રહીને પ્રદેશના નેતાઓ સાથે વન ટુ વન બેઠક કરી હતી. ભુપેન્દ્ર યાદવ આજે સવારે 10.20 કલાકે દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા હતા.

    આજે સાંજે 4.30 કલાકે વિધાનસભા સંકુલમાં ભાજપનાં ધારાસભ્યોની બેઠક મળનાર છે. આ બેઠકમાં ભાજપના તમામ 112 ધારાસભ્યો હાજર રહેશે. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ પણ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં સીએમ, ડે.સીએમ, પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ બેઠકમાં સંબોધન કરશે.

    કોરોના સંક્રમણને કારણે છેલ્લા બે મહિનાથી નહીં યોજાયેલી ભાજપા ધારાસભ્યોની બેઠક આજે યોજાનાર છે જેમાં રાજ્ય સરકાર દ્વારા કોરોનાની બીજી લહેર દરમિયાન હાથ ધરાયેલી પ્રજા આરોગ્યલક્ષી કામગીરી, તાઉ’તે વાવાઝોડા સામેની કામગીરીઓના પ્રેઝન્ટેશન અને આગામી સમયમાં વ્યાપક ફલક ઉપર વેક્સિનેશન વધારવાની કાર્ય યોજના અંગે ચર્ચા-વિચારણા હાથ ધરાશે. કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓનું પ્રેઝન્ટેશન પણ કરવામાં આવશે. 

    પ્રદેશ ભાજપ પ્રભારી ભુપેન્દ્ર યાદવ આજે ભાજપની ધારાસભ્ય દળની બેઠકમાં તેઓ હાજરી આપવા ઉપરાંત ધારાસભ્યો સાથે અને મોરચાનાં પ્રમુખો સાથે પણ બેઠક કરી શકે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply