ગાંધીનગરઃ રાજ્યના ખેડૂતોને પાક ધિરાણની રકમ ચૂકવણીની મુદત 30 જૂન સુધી લંબાવાઈ
Live TV
-
કોરોના કપરા કાળમાં રાજ્યના ખેડૂતોને રાજ્ય સરકારે વધુ એક રાહત આપી છે. હવે ખેડૂતો તેમણે લીધેલા પાક ધિરાણની રકમ 30 જૂન સુધી ચૂકવી શકશે.
કોરોના કપરા કાળમાં રાજ્યના ખેડૂતોને રાજ્ય સરકારે વધુ એક રાહત આપી છે. હવે ખેડૂતો તેમણે લીધેલા પાક ધિરાણની રકમ 30 જૂન સુધી ચૂકવી શકશે.
ખેડૂતો પોતાના પાકની વાવણી માટે વિવિધ રાષ્ટ્રીયકૃત બેન્કો, સ્થાનિક સહકારી બેન્કો અને ખાનગી બેન્કો પાસેથી ટૂંકી મુદતનું પાક ધિરાણ લેતા હોય છે. ખેડૂતોએ આ ધિરાણની રકમ બેન્કોને પરત કરવાની હોય છે જેની સમય મર્યાદા હાલ સરકારે વધારીને 30 જૂન સુધીની કરી છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી કોરોના કાળમાં ખેડૂતોને મોટી રાહત મળી છે. સાથે જ રાજ્યના કિસાનોના હિતમાં એવો પણ નિર્ણય કર્યો છે કે રાજ્યના આવા તમામ ખેડૂતો માટે 30 જૂન સુધીની રાજ્ય સરકારની 4 ટકા વ્યાજ રાહત ગુજરાત સરકાર ચૂકવશે.
રાજ્ય સરકારે કોરોના સંકટના આ સમયે રાજ્યના ધરતી પુત્રોને મોટી આર્થિક રાહત આપતો આ સંવેદનશીલ નિર્ણય કર્યો છે. આ કૃષિ હિતલક્ષી નિર્ણયના પરિણામે રાજ્ય સરકાર ખેડૂતો પરના વ્યાજ રાહતનો વધારાનો અંદાજિત રૂ.241.50 કરોડનો ખર્ચ ભોગવશે.
