Skip to main content
Settings Settings for Dark

દ્વારકાધીશને ગરમી ના લાગે તે માટે અષાઢી બીજ સુધી પુષ્પ શ્રૃંગાર કરાશે, ઓનલાઈન દર્શન કરી શકાશે

Live TV

X
  • રાજ્યભરમાં આકરો ઉનાળો લોકોને તપાવી રહ્યો છે ત્યારે ભગવાન દ્વારકાધીશને ગરમી ન લાગે તે માટે અક્ષય તૃતીયાથી શરુ કરાયેલ પુષ્પ શ્રૃંગાર અષાઢી બીજ સુધી શરુ રહેશે.

    રાજ્યભરમાં આકરો ઉનાળો લોકોને તપાવી રહ્યો છે ત્યારે ભગવાન દ્વારકાધીશને ગરમી ન લાગે તે માટે અક્ષય તૃતીયાથી શરુ કરાયેલ પુષ્પ શ્રૃંગાર અષાઢી બીજ સુધી શરુ રહેશે.

    દ્વારકાધીશ જગતમંદિરમાં રાજાધિરાજને ફૂલોનાં વસ્ત્રો બનાવીને પહેરાવાય છે. સાથે જ ભગવાનને ચંદનનો લેપ લગાવીને ગરમી ન લાગે તે માટે શ્રૃંગાર કરવામાં આવે છે. દરરોજ બપોરે 1 વાગ્યા થી 5 વાગ્યા સુધી પૂજારી પરિવાર અને વાયશનવો દ્વારા બદામનાં પાંદડા, ચમેલી, જુઈ, મોગરો, ગુલાબ સહિતનાં ફૂલોની કડીઓથી ભગવાનના વાઘા બનાવવા માં આવે છે. સતત બે માસ સુધી ભગવાનને ભારે વસ્ત્રો અંગીકાર કરાતા નથી અને સોના ચાંદીનાં આભૂષણોને બદલે પુષ્પોનો શ્રૃંગાર અંગીકાર કરાવવામાં આવે છે. 

    દર વર્ષે દ્વારકાના સ્થાનિક ભક્તો ઉપરાંત દૂર-દૂરથી આવતા પ્રવાસીઓ આ પુષ્પ શ્રૃંગારના દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવતા હોય છે. પરંતુ આ વખતે લોકડાઉનની સ્થિતિને ધ્યાનમાં રાખીને મંદિરના દ્વાર ભક્તો માટે બંધ રાખવામાં આવ્યા છે અને પૂજારીઓ મંદિરની ભીતર પરંપરાગત રીતે ભગવાનની સેવા ચાકરી અને પૂજન અર્ચન કરે છે. આ વિશેષ દિવસોમાં લોકો ડિજિટલ રીતે dwarkadhish.org પર જઈને ઓનલાઈન ભગવાન શ્રીકૃષ્ણનાં દર્શન કરી શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
apply