CM રુપાણીએ ST નિગમના બસ સ્ટેન્ડ અને વર્કશૉપના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આજે ગુજરાત ST નિગમ દ્વારા બનેલા 9 બસ સ્ટેશન અને ડેપો-વર્કશોપનું ઈ-લોકાર્પણ અને 5 બસ સ્ટેશન અને ડેપો-વર્કશોપનું ઈ-ખાતમુહૂર્ત કરાયુ હતું. અંદાજે રુપિયા 43 કરોડથી વધુના ખર્ચે આ વિકાસ કામો થયા છે
મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આજે ગુજરાત ST નિગમ દ્વારા બનેલા 9 બસ સ્ટેશન અને ડેપો-વર્કશોપનું ઈ-લોકાર્પણ અને 5 બસ સ્ટેશન અને ડેપો-વર્કશોપનું ઈ-ખાતમુહૂર્ત કરાયુ હતું. અંદાજે રુપિયા 43 કરોડથી વધુના ખર્ચે આ વિકાસ કામો થયા છે.
ગુજરાત ST નિગમના નવનિર્મિત નવ બસ સ્ટેશન અને વર્કશોપનું ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ST નિગમ દ્વારા બનેલા 9 બસ સ્ટેશન અને ડેપો-વર્કશોપનું ઈ-લોકાર્પણ અને 5 બસ સ્ટેશન અને ડેપો-વર્કશોપનું ઈ-ખાતમુહૂર્ત ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજય રુપાણી કર્યુ હતું. આ પ્રસંગે દહેગામથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સરધાર ખાતે વાહન વ્યવહાર મંત્રી શ્રી આર.સી .ફળદુ ઉપસ્થિત રહ્યા હતા.
આ સાથે સાણંદ, લીંમડી, સંતરામપુર, પાલનપુર, પીપળાવ, વાઘોડિયા, ડેમાઇ, ભાવનગર, મોરબી, વાંકાનેર, વિરપુર, સરધાર અને દ્વારકામાં બસ સ્ટેશન ડેપો-વર્કશોપનું લોકાર્પણ-ખાતમૂહુર્ત કરાયુ હતુ. આ કાર્યક્રમમાં રાજ્ય મંત્રી મંડળના સભ્યો, ધારાસભ્યો, નિગમના પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
