Skip to main content
Settings Settings for Dark

માહિતી નિયામકની કચેરીની વિવિધ સંવર્ગની ભરતી માટે પ્રિલિમિનરી પરીક્ષા 27 જૂને યોજાશે

Live TV

X
  • માહિતી નિયામકની કચેરીની વિવિધ સંવર્ગની ભરતી માટે પ્રિલિમિનરી પરીક્ષાની તારીખ જાહેર થઈ છે. જેમાં હવે 27 જૂન 2021ના રોજ યોજાશે. આ પહેલાં કોરોનાની બીજી લહેર આવતાં પરીક્ષા મોકૂફ રખાઈ હતી.

    માહિતી નિયામકની કચેરીની વિવિધ સંવર્ગની ભરતી માટે પ્રિલિમિનરી પરીક્ષાની તારીખ જાહેર થઈ છે. જેમાં હવે 27 જુન 2021ના રોજ યોજાશે. આ પહેલાં કોરોનાની બીજી લહેર આવતાં પરીક્ષા મોકૂફ રખાઈ હતી.

    કોરોનાની બીજી લહેર આવતાં પરીક્ષા મોકૂફ રહેલી માહિતી નિયામક કચેરીની વિવિધ સંવર્ગની ભરતી માટે પ્રિલિમનરી પરીક્ષાની નવી તારીખો જાહેર કરાઈ છે. માહિતી નિયામક કચેરી હસ્તકની નાયબ માહિતી નિયામક વર્ગ-1, સહાયક માહિતી નિયામક(સંપાદન) વર્ગ-2ની જાહેરાત ક્રમાંકઃ 2/2020-21 અને સિનિયર સબ ઓડિટર(વર્ગ-3) તથા માહિતી મદદનીશ, વર્ગ-૩ની જાહેરાત ક્રમાંકઃ1/2020-21 અન્વયે નાયબ માહિતી નિયામક, વર્ગ-1 અને સહાયક માહિતી નિયામક(સંપાદન) વર્ગ-2 ની પ્રિલિમિનરી પરીક્ષા તા. 27 જૂન 2021ના રોજ સવારે 10 વાગ્યાથી શરુ થશે. જ્યારે સિનિયર સબ ઓડિટર, વર્ગ-3 તથા માહિતી મદદનીશ, વર્ગ-3ની પ્રિલિમિનરી પરીક્ષા તા. 27 જૂન 2021ના રોજ  બપોરે 3 કલાકે યોજાશે.

    આ પરીક્ષા અંગેની વધુ વિગતો માટે માહિતી નિયામક કચેરીની વેબસાઇટ જોવા માટે માહિતી નિયામકની કચેરીએ સૂચન કર્યુ છે. પરીક્ષાના સ્થળ તથા કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની સૂચનાઓ હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
apply