વાવાઝોડામાં પડી ગયેલ બાગાયતી પાકને બચાવવા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા કામગીરી
Live TV
-
તાઉતે વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્રમાં ખેતી તેમજ બાગાયતી વાડીમાં ભારે નુકશાન થયું છે. આ વિસ્તારમાં લીંબુ, રાવણા, આંબા અને નાળિયેરીના પાકના વૃક્ષો નમી ગયા હતાં જ્યારે ધણી જગ્યાએ વૃક્ષો જમીનદોસ્ત થઇ ગયા હતાં.
તાઉતે વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્રમાં ખેતી તેમજ બાગાયતી વાડીમાં ભારે નુકશાન થયું છે. આ વિસ્તારમાં લીંબુ, રાવણા, આંબા અને નાળિયેરીના પાકના વૃક્ષો નમી ગયા હતાં જ્યારે ધણી જગ્યાએ વૃક્ષો જમીનદોસ્ત થઇ ગયા હતાં. કેટલીક જગ્યાઓએ બાગાયતી પાક મૂળથી ઊખડી ગયો હતાં. આવા વૃક્ષોને પુનઃજીવીત કરવા માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. વી.પી ચોવટીયાએ ખાસ જહેમત ઉઠાવી છે.
રાજ્ય સરકારની ગાઈડલાઈન અને કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ બાગાયતી પાકને બચાવવા માટેની રૂપરેખા તૈયાર કરી છે. જમીન દોસ્ત થયેલા વૃક્ષો, તુટી પડેલી ડાળીઓ તથા મૂળથી ઊખડી ગયેલા વૃક્ષોને ફરીથી જીવંત કરવા માટેની પદ્ધતિ પર કામ થઈ રહ્યુ છે. આ પદ્ધતિ મુજબ જરૂરી દવા તેમજ ખાતર આપીને એક વર્ષ સુધીમાં વૃક્ષને પુનઃ જીવંત કરી શકાય છે. આ પદ્ધતિની પુરતી સમજણ માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. વી.પી ચોવટીયા અને તેમની ટીમ બાગાયતી ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે.
