બધી સરકારી કચેરીઓ શનિવાર 5 જૂને ખુલ્લી રહેશે અને સોમવારથી 100 ટકા સ્ટાફ હાજર રહેશે
Live TV
-
કોરોનાની થાળે પડતી પરિસ્થિતીને જોઇને હવે રાજ્ય સરકાર દ્વારા સરકારી કામકાજ રાબેતા મુજબ શરૂ કરવામાં આવી રહ્યું છે.
કોરોનાની થાળે પડતી પરિસ્થિતીને જોઇને હવે રાજ્ય સરકાર દ્વારા સરકારી કામકાજ રાબેતા મુજબ શરૂ કરવામાં આવી રહ્યું છે. રાજ્યાં કોરોના વધતાં રાજ્ય સરકારે શનિવારે સકરારી કચેરીઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો જે હવે કોરોના કેસ ઓછા થતાં હવે શનિવારે પણ સરકારી કચેરીઓ ચાલુ રહેશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે હવે રાજ્ય સરકારની બધી કચેરીઓ શનિવાર 5 જૂનના રોજ ખુલ્લી રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણયની જાહેરાત કરતા વધુમાં એવો નિર્ણય પણ કર્યો છે કે, સોમવાર 7 મી જૂનથી રાજ્ય સરકારની તમામ કચેરીઓ તેમજ ખાનગી ક્ષેત્રની ઓફિસો 100 ટકા સ્ટાફની હાજરી સાથે રાબેતા મુજબ કામકાજ કરી શકશે.
