ચીફ એર માર્શલ સંદીપસિંહે નલિયા અને ભૂજ એર ફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી
Live TV
-
ચીફ એર માર્શલ સંદીપસિંહે દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ હેઠળ વિવિધ શ્રેણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા યુનિટ્સને ટ્રોફી એનાયત કરી હતી. તેમણે નલિયા અને ભૂજ ખાતે કોવિડ-19 મહામારીને અનુલક્ષીને અપનાવવામાં આવેલા માપદંડોની પણ સમીક્ષા કરી
દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ સંદીપસિંહે નલિયા અને ભૂજ એર ફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી. દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ સંદીપસિંહે તા. 03 જૂન 2021ના રોજ ગુજરાતમાં નલિયા અને ભૂજ ખાતે એર ફોર્સ બેઝની મુલાકાત લીધી હતી. સંબંધિત બેઝ કમાન્ડર્સ કમાન્ડર્સે તેમનું સ્વાગત કર્યું હતું. આ મુલાકાત દરમિયાન એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફે આ એર ફોર્સ બેઝ ખાતે પરિચાલન તૈયારીઓની સમીક્ષા કરી. તેમને પ્રવર્તમાન સુરક્ષા પરિસ્થિતિ વિશે માહિતી આપી અવગત કરવામાં આવ્યા. વિવિધ પરિચાલન યુનિટની મુલાકાત સાથે તેમણે રાષ્ટ્રની આકાશી સરહદોની સુરક્ષા કરવા માટે આ મહત્વપૂર્ણ એર ફોર્સ બેઝ ખાતે ચાલી રહેલી સમગ્ર કામગીરીની પ્રશંસા કરી હતી.
ચીફ એર માર્શલ સંદીપસિંહે દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ હેઠળ વિવિધ શ્રેણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા યુનિટ્સને ટ્રોફી એનાયત કરી હતી. તેમણે નલિયા અને ભૂજ ખાતે કોવિડ-19 મહામારીને અનુલક્ષીને અપનાવવામાં આવેલા માપદંડોની પણ સમીક્ષા કરી. તેમણે તમામ કર્મીઓને તેમની પરિચાલન તૈયારીઓ વધારવા તેમજ કોરોનાની મહામારીનો સામનો કરવા અનુરોધ કર્યો હતો.
