Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્ક ખાતે હવે જોવા મળશે સિંહઘર 

Live TV

X
  • વન અને આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવાએ ગીર ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગરમાં સંચાલિત ઈન્દ્રોડા પાર્ક ખાતે સિંહઘર અને સોવિનિયર શોપનું લોકાર્પણ કર્યું હતું. અમદાવાદ સહિતના આસપાસના વિસ્તારના લોકોને હવે સિંહ નિહાળવા ગીર સુધી નહીં જવું પડે. 

    ઈન્દ્રોડા પાર્ક ખાતે એશિયાઈ સિંહ- સુત્રા અને સિંહણ- ગ્રીવાની જોડી જોવા મળશે. આવનારા દિવસોમાં ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં વાઘ,રીંછ, દીપડા વગેરે વન્યપ્રાણીઓને પણ લાવવામાં આવશે. સોવિનિયર શોપમાં ગીર ફાઉન્ડેશન દ્વારા તૈયાર થયેલું સાહિત્ય ઉપલબ્ધ રહેશે. 

    આ પ્રસંગે વનવિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય મંજૂરી મળી હોવાથી રાજ્યમાં પાંચ નવા સફારી પાર્ક પણ ઉભા થવાના છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply