Skip to main content
Settings Settings for Dark

3 ડિસે.થી ભીનો-સૂકો કચરો ફરજિયાત અલગ આપવો પડશેઃ AMC 

Live TV

X
  • અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનની કચરા ગાડીઓવાળા હવેથી સૂકો અને ભીનો કચરો અલગ અલગ કરાયેલો હશે તો જ સ્વીકારશે તેઓ નિર્ણય અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. આગામી 3 ડિસેમ્બરથી આ બાબતને ફરજિયાત લાગુ કરવામાં આવશે.

    ર જી ડિસેમ્બરે અમદાવાદ કોર્પોરેશનના ચાલીસ હજાર કરતા પણ વધુ કર્મચારીઓ, આશાવર્કર બહેનો, સખીમંડળની બહેનો વિવધિ સોસાયટીઓ, બગીચામાં બેસતા લોકો, શાકભાજી અને પાથરણાવાળા લોકોને, શોપિંગ કોમ્પ્લેક્સો તથા વેપારી મંડળના તમામ લોકોને સૂકો અને ભીનો કચરો કેવી રીતે અલગ રાખવો તે અંગે માર્ગદર્શન આપશે. 

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નહેરા દ્વારા આગામી દિવસોમાં અમદાવાદ શહેરને સ્વચ્છ શહેર બનાવી સમગ્ર દેશમાં 1થી 10 નંબરમાં લાવવાની નેમ સાથે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવા શહેરમાં રોજ 3700 ટન કચરો એકઠો કરવામાં આવે છે. જેમાંથી 900 થી 1000 ટન કચરાને પ્રોસેસ કરીને ખાતર,આર.ડી.એફ બિલ્ડીંગ મટીરીયલમાં વપરાતા બ્લોક્સ બનાવવામાં આવે છે. 

    આગામી દિવસોમાં આ કચરામાંથી વિજળી ઉત્પન્ન કરવાનો પણ પ્રોજેક્ટ પાઈપલાઈનમાં છે. મેયર બીજલબેન પટેલએ જણાવ્યું હતું કે, લોકોના સહકાર દ્વારા આવનાર દિવસોમાં આપણે અમદાવાદ શહેરને સ્વચ્છ અમદાવાદ બનાવી શકીશું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply