ગાંધીનગરમાં મંત્રીમંડળની મળી બેઠક, અછતગ્રસ્ત વિસ્તારો માટે કરાયું પ્લાનિંગ
Live TV
-
આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠક યોજાઇ હતી. કેબિનેટની આ બેઠકમાં વાઇબ્રન્ટ ગુજરાત - 2019, અછતગ્રસ્ત વિસ્તારોને સહાય વગેરે પર ચર્ચા કરવામાં આવી.
આ બેઠકમાં અછતગ્રસ્ત વિસ્તારોમાં પહેલી ડિસેમ્બરથી પીવાના પાણી અંગેનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. ઉપરાંત સિંચાઇ માટે પાણી કેવી રીતે ખેડૂતોને ઉપલબ્ધ કરાવી શકાય તે અંગે પણ કરવામાં આવી હતી.
જ્યારે પશુઓ માટે જરૂરી એવા 7 કરોડ કિલો ચારાની માંગને પહોંચી વળવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે અછતના કારણે 100ની જગ્યાએ 150 દિવસની રોજગારી આપવાની પણ જાહેરાત કરી છે.
