રવિ સિઝનને કારણે 39 શાખામાં રોજનું 19,920 ક્યુસેક પાણી છોડાશેઃ નીતિન પટેલ
Live TV
-
રવિ સિઝનને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે ખેડૂતો માટે હિતકારી નિર્ણય લેતા 12 નવેમ્બરની દૈનિક 19 હજાર 920 ક્યુસેક પાણી મુખ્ય નહેર મારફતે તમામ 39 શાખાઓમાં છોડવામાં આવી રહ્યું છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે હાલમાં ડેમમાંથી મુખ્ય નહેર મારફતે પાણી યોજનાની તમામ 39 શાખા નહેરોમાં સિંચાઇ માટેનું પાણી છોડવામાં આવી રહ્યું છે. જે છેવાડાના વિસ્તાર સુધી પહોંચી રહ્યું છે. બાકી રહેતી સો કિલોમીટર કરતાં વધુ લંબાઇ ધરાવતી 6 શાખા નહેરોમાં પણ સત્વરે પાણી પહોંચાડવાના પૂરતા પ્રયાસો રાજ્ય સરકાર કરી રહી છે.
ઉપરાંત જણાવ્યું કે હક્ક ધરાવતા ખેડૂતોને સમયસર પાણી આપી શકાય માટે ગેરકાયદે રીતે પાણી લેતા વ્યક્તિઓ વિરૂદ્ધ કડકાઇથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં 37 પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
