ટેકાના ભાવે મગફળી ખરીદીમાં રાજકોટ ગુજરાતમાં પ્રથમ નંબરે
Live TV
-
ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી રહી છે. ત્યારે ટેકાના ભાવે મગફળી ખરીદીમાં રાજકોટ ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે આવ્યું છે.
જે રાજકોટ માટે ગૌરવની વાત છે. પાંચ દિવસમાં 950 ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવામાં આવી છે. જિલ્લામાં કુલ 19 હજાર ક્વિન્ટલ મગફળીની ખરીદી કરાઇ છે. જ્યારે જિલ્લામાં કુલ 25 હજારથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
