Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર : ઉઝબેકિસ્તાનના રાજદૂતે CM વિજય રૂપાણી સાથે કરી મુલાકાત

Live TV

X
  • આ ડેલિગેશન એગ્રીકલ્ચર યુનિવર્સિટી, GFSU, PDPU, આઇ-ક્રિયેટ જેવી તજ્જ્ઞ સંસ્થાઓ અને કચ્છ વગેરે પ્રદેશમાં નેચરલ ઓર્ગેનિક ફાર્મીંગ સેન્ટર્સની મૂલાકાત કરશે.

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં તા. ૧૯ થી ર૩ ઓકટોબર દરમ્યાન ગુજરાત ડેલિગેશન સાથે ઝબેકિસ્તાનની લીધેલી મુલાકાત અત્યંત ફળદાયી નિવડી છે. આ મુલાકાત દરમ્યાન ઉઝબેકિસ્તાન-ગુજરાત વચ્ચે પરસ્પર સહયોગના વિવિધ ૧૧ જેટલા MoU કરવામાં આવેલા. આ સંદર્ભમાં ઉઝબેકિસ્તાનના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત ફરહોદ અર્ઝીવે ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે મૂલાકાત બેઠક યોજીને આ આપસી સમજૂતિ કરારને પ્રગતિની દિશામાં ઝડપભેર આગળ વધારવા ફળદાયી પરામર્શ કર્યો હતો. ઉઝબેકિસ્તાનના ભારત સ્થિત રાજદૂતે જણાવ્યું કે, નવેમ્બર માસના અંતે ઉઝબેકિસ્તાનનું એક હાઇપાવર ડેલિગેશન ગુજરાત આવશે. આ ડેલિગેશન એગ્રીકલ્ચર યુનિવર્સિટી, GFSU, PDPU, આઇ-ક્રિયેટ જેવી તજ્જ્ઞ સંસ્થાઓ અને કચ્છ વગેરે પ્રદેશમાં નેચરલ ઓર્ગેનિક ફાર્મીંગ સેન્ટર્સની મૂલાકાત કરશે. તો ઉઝબેકિસ્તાનના ઇનોવેટીવ ડેવલપમેન્ટ મંત્રાલયનું ગ્રુપ પણ ૧ર થી ૧૭ નવેમ્બર દરમ્યાન ગુજરાત આવશે. જેઓ શિક્ષણ- ઊર્જા સાયન્સ ટેકનોલોજી ક્ષેત્રે સહયોગની સંભાવનાઓની તકો ચકાસશે. તો તાશ્કંદ આઇ.ટી. પાર્કનું ગૃપ ર૦ નવેમ્બરે ગુજરાત આવશે, જે રાજ્યમાં આઇ.ટી. સેકટરમાં ઉઝબેકિસ્નના સહકાર અંગે પરામર્શ કરશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
apply