ગાંધીનગર :CM વિજય રૂપાણીના હસ્તે 2938 નવ નિયુક્ત શિક્ષણ સહાયકોને ઇ-કાર્યક્રમ દ્વારા નિમણુક પત્રો આપવામાં આવ્યા
Live TV
-
કોરોના કાળમાં જ્યારે લોકો રોજગાર ગુમાવી રહયા છે ત્યારે ગાંધીનગર ખાતે એક ઇ -નિમણુક નો કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યભરની ગ્રાન્ટેન્ડ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 2938 નવ નિયુક્ત શિક્ષણ સહાયકોને નિમણૂક પત્રો એનાયત ઇ-કાર્યક્રમ યોજાયો.
જેમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગ્રાન્ટેન્ડ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા- 2021 અંતર્ગત પ્રતિકરૂપે પાંચ નવનિયુક્ત શિક્ષણ સહાયકોને ગાંધીનગરથી નિમણૂક પત્ર એનાયત કરાયા હતા.
આ પ્રસંગે નવ નિયુક્ત શિક્ષણ સહાયકોએ પોતાના અભિપ્રાય પણ રજૂ કર્યા હતા.
આ પ્રસંગે ગાંધીનગર ખાતે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબહેન દવે, શિક્ષણ વિભાગ સચિવ ડૉ.વિનોદ રાવ તેમજ વિવિધ જિલ્લાઓમાંથી કલેક્ટર ,શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ નવ નિયુક્ત શિક્ષણ સહાયકો ઇ-માધ્યમથી જોડાયા હતા.
