ગીર સોમનાથ, સુત્રાપાડા સહિતના વિસ્તારમાં ધીમીધારે વરસાદ
Live TV
-
છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યમાં 31 જીલ્લાના 114 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. મોરબી જીલ્લાના ટંકારા તાલુકામાં સૌથી વધુ ત્રણ ઈંચ વરસાદ થયો હતો.
છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યમાં 31 જીલ્લાના 114 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. મોરબી જીલ્લાના ટંકારા તાલુકામાં સૌથી વધુ ત્રણ ઈંચ વરસાદ થયો હતો. સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકામાં, જેતપુર, ગીર ગઢ઼ા, પાટણ, ધોરાજી સાણંદમાં બે- બે ઈંચ વરસાદ નોંધાયો હતો. લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી મહેર કરતાં ધરતીપુત્રોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. લોકોએ પણ કાળઝાળ ગરમીમાંથી રાહતની લાગણી અનુભવી હતી. આજે પણ ગીર સોમનાથ, સુત્રાપાડા,તાલાળા અને વેરાવળ તાલુકામાં કાળા ડીબાંગ વાદળો સાથે અંધારપટ છવાયા બાદ ધીમીધારે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક નો અહેસાસ અનુભવાયો હતો.
