શું તમે જાણો છો ? ચંદ્રયાન-2માં વપરાયેલા કેટલાક પાર્ટલ બનેલા છે સુરતમાં.
Live TV
-
જે પાર્ટ, ભારતને આપવાની અમેરિકાએ ના પાડી હતી, તે પાર્ટસને આજે છેલ્લા કેટલાક વર્ષોથી સુરતની આ કંપની બનાવીને ISRO ને આપી રહી છે. સુરતની હિમસન સિરામિક કંપની કે, જે છેલ્લા 25 વર્ષથી, ઇસરોને જરૂરી સ્પેરપાર્ટસ, સિરામિકમાંથી ઉત્પાદિત કરીને, તેમને સપ્લાય કરે છે.
શુ આપ જાણો છો કે એક ફિલ્મના બજેટથી પણ સસ્તુ ચંદ્રયાન-2 માં સુરતની હિમસન સિરામિકમાં ઉત્પાદિત થયેલા પાર્ટસનો ઉપયોગ કરાયો છે!! જે દરેક ગુજરાતીઓની સાથે સુરતીઓ માટે ગર્વની વાત છે. જે પાર્ટ, ભારતને આપવાની અમેરિકાએ ના પાડી હતી, તે પાર્ટસને આજે છેલ્લા કેટલાક વર્ષોથી સુરતની આ કંપની બનાવીને ISRO ને આપી રહી છે. સુરતની હિમસન સિરામિક કંપની કે, જે છેલ્લા 25 વર્ષથી, ઇસરોને જરૂરી સ્પેરપાર્ટસ, સિરામિકમાંથી ઉત્પાદિત કરીને, તેમને સપ્લાય કરે છે. હિમસન સિરામિકના ડાયરેક્ટર નિમેષ બચકાનીવાળા તેમનું સદભાગ્ય માને છે કે ,આજથી 25 વર્ષ અગાઉ પહેલી વખત ,તેમણે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનને તેના જુદા જુદા સ્પેસ મિશન માટે જરૂરી સિરામિકના પાર્ટસ બનાવી આપવાનો આરંભ કર્યો હતો. સુરતમાં બનેલા પાર્ટસ 3 હજાર ડિગ્રી તાપમાન સહન કરી શકે છે. જેથી યાનના અંદરના કેબલ સળગતા નથી.
