જૂનાગઢ મનપાની પેટાચૂંટણીનું પરિણામ, ભાજપ વિજય તરફ ?
Live TV
-
જૂનાગઢ મહાનગર પાલિકામાં ફરી ભગવો લહેરાયો છે. 14 વોર્ડની 56 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં અત્યાર સુધીના પરિણામો ભાજપની તરફેણમાં ગયાં છે. ભાજપ પ્રચંડ બહુમતી તરફ આગળ વધી રહ્યું છે.
જૂનાગઢ મહાનગર પાલિકામાં ફરી ભગવો લહેરાયો છે. 14 વોર્ડની 56 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં અત્યાર સુધીના પરિણામો ભાજપની તરફેણમાં ગયાં છે. ભાજપ પ્રચંડ બહુમતી તરફ આગળ વધી રહ્યું છે. 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો તમામ બેઠકો ઉપર પરાજય થયો હતો પરંતુ ત્યારબાદ જૂનાગડની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ભાજપે મેદાન મારીને જૂનાગઢને ફરી સર કર્યું છે. જૂનાગઢ મનપાનો ચૂંટણી જંગ ભાજપે માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો. બીજીતરફ ભાજપના જૂનાગઢના વિજય બાદ રાજકોટ સહિત ગાંધીનગરમાં પ ણ ભવ્ય ઉજવણીકરવામાં આવીરહી છે. કમલમ ખાતે પણ મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યાં હતા અને ફટાકડા ફોડીને વિજયોત્સવ મનાવ્યો હતો. પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જૂનાગઢની જનતાનો વિજય ગણાવ્યો હતો. બીજીતરફ ગાંધીનગર મનપાની પેટાચૂટણીમાં પણ ભાજપનો વિજય થયો હતો જ્યારે રાજ્યની પાંચ જીલ્લા પંચાયત અને 43 તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં પણ ભાજપની તરફેણમાં પરિણામો આવીરહ્યા હોવાનાં પ્રાથમિક અહેવાલો છે.
