Skip to main content
Settings Settings for Dark

સોમનાથ મંદિરને પ્રાચીન શિલ્પ શાસ્ત્રના આધારે શિલ્પ મુર્તિઓથી કંડારવાની કામગીરી ફરી કરાઈ શરૂ

Live TV

X
  • દેશના પ્રથમ જયોર્તિલીંગ સોમનાથ મહાદેવ મંદિરને પ્રાચીન શિલ્પ શાસ્ત્રના આધારે શિલ્પ મુર્તિઓથી કંડારવાની કામગીરી ફરી શરૂ

    દેશના પ્રથમ જયોર્તિલીંગ સોમનાથ મહાદેવ મંદિરને પ્રાચીન શિલ્પ શાસ્ત્રના આધારે શિલ્પ મુર્તિઓથી કંડારવાની કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી મંદિરની બહારના ભાગમાં શિલ્પ કામ કરવામાં આવ્યું હતુ. પણ હવે મંદિરની અંદર આ પ્રકારના કામની શરૂઆત થઈ ચુકી છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા શિલ્પશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રના નિયમોને આધીન આ કામ થઇ રહ્યું છે.

    ધાંગધ્રાના સુપ્રસિદ્ધ શિલ્પ આચાર્ય ધનશ્યામ સોમપુરા કામગીરી હાથ ધરી રહ્યાં છે. હાલ મંદીરનું નકશીકામ ધાંગધ્રાનાં પથ્થરોમાંથી થઇ રહ્યું છે. જેનું આયુષ્ય 800થી 1000 વર્ષ સુધીનું હોય છે. મોઢેરાનું સૂર્ય મંદિર તેમજ સિધ્દ્ધપુરનો લક્ષ્મી પેલેસ આજ પ્રકારના પથ્થરોથી બનેલું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply