Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં આવી પહોંચી મેઘસવારી, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સારો વરસાદ

Live TV

X
  • સારા વરસાદને પગલે ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો હતો. તો હજુ પણ મેઘરાજા મનમુકીને ગુજરાતમાં વરસે તેવી શક્યતા

    છેલ્લા ઘણા સમયથી રાજ્યના લોકો મેઘરાજાની રાહ જોઈ રહ્યા હતા. ત્યાં મેઘસવારી ગુજરાતમાં આવી પહોંચી છે. રાજ્યના સૌરાષ્ટ્ર, મધ્યગુજરાત, ઉત્તરગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સારો વરસાદ વરસ્યો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો સારા વરસાદને પગલે ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો હતો. તો હજુ પણ મેઘરાજા મનમુકીને ગુજરાતમાં વરસે તેવી શક્યતા છે.

    આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે તો સાબરકાંઠા, પાટણ અને બનાસકાંઠામાં ભારે વરસાદ અને અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલમાં હળવોથી મધ્યમ વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે અરવલ્લીના બાયડ, ધનસુરા અને મોડાસા તાલુકાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો.જેના કારણે લોકોમાં ખુશી પ્રસરી ગઈ હતી.

    હવામાન વિભાગે જણાવ્યું છે કે હાલ ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર અને મધ્ય રાજસ્થાનમાં, સાયક્લોનિક સિસ્ટમ સક્રીય થઈ છે. જેના પગલે આગામી બે દિવસમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ વરસવાની સંભાવના છે. મધ્યગુજરાતમાં સારા વરસાદ અને ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની આવકને કારણે નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટી, 23 સેન્ટિમિટર વધી છે. હાલ સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 121.70 મીટરે પહોંચી છે. હાલ ડેમમાં પાણીની આવક 32 હજાર 874 ક્યુસેક થઈ રહી છે. જ્યારે 12 હજાર 894 ક્યુસેક પાણી સિંચાઈ માટે છોડવામાં આવી રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply