ગુજરાતના વૈજ્ઞાનિકોએ લેબમાં ઉછેર્યા કેન્સર જેવી બીમારીમાં દવા રૂપે લેવાતા ખાસ મશરૂમ
Live TV
-
ગુજરાતના ઇન્સ્ટિટયૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજીના વૈજ્ઞાનિકોએ કાર્ડિસેપ્સ મિલિટરીઝ નામના મશરૂમનો લેબમાં જ કર્યો ઉછેર, જેની કિંમત મશરૂમની કિંમત છે 1.5 લાખ રૂપિયા પ્રતિકિલો
કેન્સર જેવી ભયાનક બીમારીમાં દવા રૂપે ઉપયોગમાં લેવાતા ખાસ મશરૂમને ગુજરાતના વૈજ્ઞાનિકોએ લેબોરેટરીમાં ઉગાડયું છે. કચ્છ જિલ્લામાં આવેલા ગુજરાતના ઇન્સ્ટિટયૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજીના વૈજ્ઞાનિકોએ કાર્ડિસેપ્સ મિલિટરીઝ નામના મશરૂમનો લેબોરેટરીમાં સફળ રીતે ઉછેર કર્યો છે. આ મશરૂમની કિંમત એક કિલોના 1.5 લાખ રૂપિયા છે. આ મશરૂમ એન્ટી માઇક્રોબિયલ, એન્ટી ઓક્સિડન્ટ, એન્ટી વાઇરલ, એન્ટી ડાયાબિટીક, એન્ટી કેંસર, એન્ટી ટ્યૂમર સહિતના ઘણા ગુણધર્મો ધરાવે છે, જેથી આ મશરૂમ ઘણી ગંભીર બિમારીઓ સામે લડવા માટે સક્ષમ છે.
વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં 35 જારમાં મશરૂમનો ઉછેર કર્યો હતો. તેમાં ત્રણ મહિનામાં 350 ગ્રામ મશરૂમનું ઉત્પાદન થયું હતું. હવે વૈજ્ઞાનિકોએ આનો ઉછેર કરવા ઉત્સાહી લોકોને નજીવી ફી લઇને તાલીમ આપવાની પણ તૈયારી કરી છે. આ મશરૂમની ખાસિયતને કારણે તેને હિમાલયન ગોલ્ડ પણ કહેવાય છે.
