Skip to main content
Settings Settings for Dark

ગુજરાતના 11 જિલ્લાઓમાં કમોસમી વરસાદ, ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં 

Live TV

X
  • રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 11 જીલ્લામાં 31 તાલુકામાં ઓછોવત્તો વરસાદ નોંધાયો હતો. વલસાડ જીલ્લામાં ઘણા તાલુકામાં સૌથી વધુ 30 મીલી મીટર વરસાદ થયો હતો.

    રાજ્યમા થઈ રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુક્સાન થયું છે.ગીર સોમનાથમાં મોડી રાત્રે વરસેલા ધોધમાર વરસાદને કારણે ખેડૂતોની મગફળી અને સોયાબીનનો જથ્થો પલળી ગયો હતો.

    એક જ કલાકમાં ગાજવીજ સાથે દોઢથી 2 ઈચ જેટલો વરસાદ ખાબક્યો હતો.જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા.બીજી બીજુ મહા નામનું વાવાઝોડું ત્રાટકે તો અમરેલી જિલ્લામાં મોટા પાયે નુક્સાન થાય તેવી શક્યતા છે.

    અમરેલી જિલ્લાના જાફરાબાદમાં માછીમારોને વધુ નુક્સાન થઈ શકે છે.માછીમારોએ સુકવેલી બુંબલા માછલી ફરીથી પલડી જવાની ભીતી સેવાઈ રહી છે. જેને લીધે માછીમારોને મોટા પાયે નુક્સાની વેઠવી પડે તેવું બની શકે છે.

    મહા ચક્રવાત ,દક્ષિણ ગુજરાતમાં ત્રાટકવાની સંભાવનાને પગલે , વરસાદી માહોલ જામ્યો હતો. વલસાડમાં પણ કમોસમી વરસાદે જોરદાર બેટિંગ કરી હતી.ધરમપુર, વલસાડ, કપરાડા, વાપી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

    આજે સવારે 6થી 8 વાગ્યા સુધીમાં ધરમપુરમાં 2.28 ઈંચ, કપરાડામાં 1.32 ઈંચ, પારડીમાં 14 મિલિમીટર, વલસાડમાં 12 મિલિમીટર વરસાદ વરસ્યો હતો.નવસારી જિલ્લામાં ગઈકાલે વરસાદ થયો હતો. મહા વાવાઝોડાની દહેશતથી ફિશરીઝ વિભાગ એલર્ટ થયો છે. 

    દ્વારકા જિલ્લા ના તમામ બંદરો પર થી માછીમારો ને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. તમામ બંદરો પર થી દરિયો ખેડવા જવા માટે ના ,ટોકન ,બંધ કરવામાં આવ્યા છે. જિલ્લા ના તમામ બંદરો પર એલર્ટ ની સ્થિતિ જોવા મળી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply