Skip to main content
Settings Settings for Dark

'મહા' વાવાઝોડાની રાજ્ય સાથે ટકરાવાની શક્યતા ઘટી, તંત્ર બન્યું સાબદું

Live TV

X
  • આજે સવારે સાડા અગિયારની સ્થિતિ મુજબ તીવ્ર વાવાઝોડું "મહા " વેરાવળથી દક્ષિણ- દક્ષિણ પશ્ચિમમાં550 કિલોમીટર ના અંતરે સ્થિત છે.

    આ વાવાઝોડું અગાઉની ઝડપ કરતાં થોડું ધીમું પડીને 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૂર્વ મધ્ય અરબ સાગરમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. 

    4 નવેમ્બર સુધી તે દિશામાં ગતિ કર્યા બાદ વાવાઝોડું પોતાનું રસ્તો બદલી પૂર્વ ઉત્તર પૂર્વ દિશામાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના તટિય વિસ્તારો તરફ આગળ વધશે. આ વાવાઝોડું આગામી ચોવીસ કલાકમાં અતિ તીવ્ર વાવાઝોડામાં ફેરવાય તેવી પૂર્ણ સંભાવના છે. 

    જો કે ત્યારબાદ તે કાંઠા સુધી પહોંચે તે પહેલા જ નબળું પડી જાય તેવી શક્યતાઓ રહેલી છે. આ સમય દરમ્યાન વાવાઝોડાના કેન્દ્રની ફરતે 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને દરિયામાં ઊંચા મોજાં ઉછળવાની આગાહી કરવામાં આવી છે. માછીમારોને સૂચના આપવામાં આવી છે કે તેઓ 3 થી 7 નવેમ્બર દરમિયાન દરિયો ખેડે નહીં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply