સરદારની સ્મૃતિથી સુસજ્જિત જનસાધારણ એક્સપ્રેસ ટ્રેન અમદાવાદ પહોંચી
Live TV
-
રાષ્ટ્રીય એકતાના સૂત્રધાર સરદાર વલ્લભભાઈ પટેલની 144મી જન્મજયંતી 'એકતા દિવસ' પર ભારતીય રેલવે દ્વારા એક વિશેષ ટ્રેન ચલાવવામાં આવી રહી છે.
અઠવાડિયે એકવાર ચાલતી આ ટ્રેનને સરદાર પટેલની સ્મૃતિઓથી સજાવવામાં આવી છે. મુઝફ્ફરપુર અમદાવાદ જનસાધારણ એક્સપ્રેસ ટ્રેનને ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં તેમના ફોટા અને વિચારોથી સુસજ્જિત કરી ચલાવવામાં આવી રહી છે. આ ટ્રેન આજે સવારે અમદાવાદ રેલવે સ્ટેશને પહોંચી હતી.
એટલું જ નહીં આ ટ્રેન આ વખતે ખાસ LHB કોચ સાથે ચલાવવામાં આવી રહી છે. આ ટ્રેન બિહાર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત રાજ્યોમાંથી પસાર થશે.
