વલસાડમાં મહા વાવાઝોડાની અસર , વહેલી સવારથી કમોસમી વરસાદ તૂટી પડ્યો
Live TV
-
ભરશિયાળે ચોમાસા જેવો માહોલ અનુભવતા વલસાડવાસીઓ
અંકુર પટેલ , વલસાડ : હવામાન વિભાગ દ્રારા જે માહી વાવાઝોડા ની આગાહી કરવામાં આવી છે જેની અસર વલસાડ જિલ્લામાં જોવા મળી હતી...વાવાઝોડા ને પગલે વરસાદ જે આગાહી કરવામાં આવી હતું જે ને પગલે વલસાડ જિલ્લામાં વહેલી સવાર થી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો..વલસાડ જિલ્લા ના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદે વહેલી સવારથી જ જોરદાર બેટીંગ કરી હતી....ધરમપુર ,વલસાડ ,કપરાડા વાપી સહિત ના વિસ્તારો માં વરસાદ જોવા મળ્યો હતો....સમગ્ર જિલ્લામાં સૌથી વધુ કપરાડા અને ધરમપુર તાલુકામાં વરસાદે જોરદાર બેટીંગ કરી હતી.....વરસાદને જોતા જિલ્લા માં કારતક માં અષાઢી માહોલ સર્જાયો હોય તેવું લોકો એશાશ કરી રહ્યા હતા....
અરબી સમુદ્રમાં ઉઠેલું "મહા" વાવાઝોડું તીવ્ર ચક્રવાતમાં પરિવર્તીત થઈને હવે પૂર્વ મધ્ય અરબ સાગરમાં પશ્ચિમ- ઉત્તર પશ્ચિમ દિશા તરફ 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. હાલમાં આ વાવાઝોડું વેરાવળ થી 570 કિલોમીટર દૂર છે. આગામીલ 20 કલાકમાં તે વધુ તીવ્ર વાવા ઝોડામાં પરિવર્તન થવાની શક્યતા છે. 4 નવેમ્બર બાદ આ વાવાઝોડું રસ્તો બદલીને ગુજરાત તરફ વધે તેવી શક્યતા છે. જેના પરિણામે 6 અને 7 નવેમ્બરના રોજ ગુજરાતની તટિય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે તેમ છે. જો કે આ વાવાઝોડું ગુજરાતના તટ સાથે ટકરાશે કેમ તે અંગે સ્પષ્ટ આગાહી થઈ શકી નથી..પણ તેની અસર ચોક્કસથી શરુ થઈ ગઈ છે..
વલસાડ જિલ્લા ના વરસાદી આંકડાની જો વાત કરવામાં આવે તો..સવારે 6 વાગ્યા થી 8 વાગ્યા સુધીમાં વલસાડ જિલ્લામાં વરસેલા વરસાદ...
ધરમપુર 2.28 ઇંચ
કપરાડા 1.32 ઇંચ
પારડી 14 મીમી
વલસાડ 12 મીમી
ઉમરગામ 04 મીમી
