સૌરાષ્ટ્રમાં મહા વાવાઝોડાની અસર, ગીરસોમનાથમાં ભારે વરસાદ
Live TV
-
ભાવનગર, જૂનાગઢ, જામનગર, નવસારી , ડાંગમાં પણ વરસાદ
ગુજરાતના દરિયા કાઠાના વિસ્તારોમાં મહા વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. ગીરસોમનાથમાં શુક્રવારે મોડી રાત્રે ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.તો ઉના, સરોવડા, કડીયાળી, બલાણામાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે.જ્યારે અમરેલીના રાજુલા, જાફરાબાદ બંદર, શિયાળબેટ, પીપાવાવ સહિતના દરિયાકાંઠે ઊંચા મોજાં ઊછળી રહ્યાં છે..કોડીનારમાં ભારે વરસાદને કારણે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની મગફળી પલળી ગઈ હતી..
આશરે 8 હજાર ગુણી મગફળી હરાજી માટે આવી હતી તે ભારે વરસાદનાં કારણે પલળતા ખેડૂતોને ફટકો પડ્યો છે..રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 6-7 નવેમ્બરે મહા વાવાઝોડું વેરાવળના દરિયા કાંઠે ટકરાશે. દરમિયાન ગઈકાલે રાત્રીના ગીર સોમનાથ જિલ્લામાં વીજળીના કડાકા ભડકા અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. જિલ્લાના કોડિનાર, ઉના, વેરાવળ, સહિતના પંથકમાં એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં મહા વાવાઝોડાની અસર જોવા મળી રહી છે..વલસાડના ધરમપુર માં વહેલી સવારથી જોરદાર વરસાદ પડ્યો..ગત રાત્રે અડધો કલાકમાં 1 ઈંચ થી વધુ વરસાદ પડતા વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.તો નવસારીના ગણદેવીમાં પણ એક ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો.તો ડાંગ અને ભાવનગર જિલ્લામાં પણ ભરશિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો અને વરસાદ શરુ થયો હતો.જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના જામઆંબરડી ગામમાં રહેતા અને ખેતીકામ કરતા એક યુવાનને ખેતી કામ દરમિયાન તેના પર વીજળી પડતાં બેશુદ્ધ બની ગયો હતો જેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા પછી તેનું મૃત્યુ નીપજયું હતું.
