સુરત-ટ્રાફિક નિયમો તોડનારા વાહનચાલકોને દંડ
Live TV
-
વાહનચાલકો ટ્રાફિકને અનુસરે, હેલ્મેટ, પીયુસી અને એચએસઆરપી નંબર પ્લેટપર વિશેષ ધ્યાન
સુરતમાં હેલ્મેટ, પીયુસી, વીમો, આરસી બુક અને એચએસઆરપી નંબર પ્લેટ વિના નીકળનારા વાહનચાલકો પાસે દંડ વસૂલવામાં આવી રહ્યો છે. ટ્રાફિકના નિયમોનો અમલ આમ તો 15મી સપ્ટેમ્બરથી અમલ કરવાનો હતો. પરંતુ, રાજ્ય સરકારે ટ્રાફિકના 3 નિયમોમાં થોડી રાહત આપી પ્રથમ એક મહિનો અને ત્યારબાદ વધુ 15 દિવસ સુધી મુદ્દત લંબાવી હતી. ટ્રાફિક પોલીસે પહેલી નવેમ્બરે શહેરના 60 ટ્રાફિક પોઇન્ટ પર ખાસ ચેકિંગ હાથ ધર્યું છે. જેમાં ખાસ કરીને હેલ્મેટ, પીયુસી અને એચએસઆરપી નંબર પ્લેટપર વિશેષ ધ્યાન અપાયું છે. આ સાથે પોલીસ કંટોલરૂમના સીસીટીવી કેમેરાથી પણ વાહનચાલકોને ઈ-ચલણ ઈશ્યુ કરવામાં આવી રહ્યાં છે. પોલીસનું કહેવું છે કે ટ્રાફિકના નિયમોનું વાહનચાલકો પાલન કરે તે અમારો મુખ્ય હેતુ છે. બાકી ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન નહિ કરે તો દંડનીય કાર્યવાહી કરાશે.
