ગુજરાત વિધાનસભાના સત્રનો આજે છેલ્લો દિવસ
Live TV
-
ગુજરાત વિધાનસભાના સત્રનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા , આજે સરકારી ચાર વિધેયકો રજુ કરવામાં આવશે , જેમાં ગુજરાત મત્સ્ય ઉદ્યોગ સુધારા વિધેયક , ગુજરાત ખેત ઉત્પાદન બજાર સુધારા વિધેયક , ગુજરાત વિનિયોગ અધિનિયમ ,, અને ગુજરાત ગણોત વહિવટ અને ખેતી જમીન કાયદા સુધારા વિધેયક , રજુ કરાશે.
ગુજરાત વિધાનસભાના સત્રનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા , આજે સરકારી ચાર વિધેયકો રજુ કરવામાં આવશે , જેમાં ગુજરાત મત્સ્ય ઉદ્યોગ સુધારા વિધેયક , ગુજરાત ખેત ઉત્પાદન બજાર સુધારા વિધેયક , ગુજરાત વિનિયોગ અધિનિયમ ,, અને ગુજરાત ગણોત વહિવટ અને ખેતી જમીન કાયદા સુધારા વિધેયક , રજુ કરાશે. આ ઉપરાંત આજે વિધાનસભામાં , કેગનો અહેવાલ પણ મેજ પર મુકવામા આવશે. ધારાસભ્ય શૈલેષભાઇ ભાભોર દ્વારા , આજે છેલ્લા દિવસનો પ્રસ્તાવ સભાગૃહમાં રજુ કરવામાં આવશે. સાથે જ વિધાનસભાના મેજ પર , પ્રશ્નો રજુ કરાશે. ઉલ્લેખનિય છે કે વિધાનસભા સત્ર દરમિયાન , ઘણા બધા મહત્વના બિલો પસાર કરવામાં આવ્યા હતા , અને કોરોના સમયે સામાજિક અંતર જળવાઇ રહે , તે રીતે વિશેષ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેના કારણે સત્રની કામગીરી , સારી રીતે પાર પડી હતી.