પાકિસ્તાની જેલમાં બંધ ભારતીય માછીમારોને છોડાવવા PMને અપીલ
Live TV
-
દીવ ના માછીમારો છેલ્લા 3 વર્ષ થી પાકિસ્તાન જેલ માં સબડી રહ્યા છે. તેને જેલમાંથી છોડાવવા માછીમાર પરિવારની મહિલાઓ હાથમાં માછીમારોના ફોટા લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિંનતી સાથે ચિંતા કરી.
દીવ ના માછીમારો છેલ્લા 3 વર્ષ થી પાકિસ્તાન જેલ માં સબડી રહ્યા છે. તેને જેલમાંથી છોડાવવા માછીમાર પરિવારની મહિલાઓ હાથમાં માછીમારોના ફોટા લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિંનતી સાથે ચિંતા કરી. સંઘ પ્રદેશ દિવના 75 ટકા લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારી છે. ઓખા નજીકથી આંતરરાષ્ટ્રીય જળ સીમામાં માછીમારી કરવા જતા પાકિસ્તાનની મરીન સિક્યુરિટી જળ સીમા ઓળગવાના ગુન્હામાં જેલમાં પુરી દે છે.
માછીમાર પરિવારનું કહેવું છે, કે છેલ્લા 3 વર્ષથી દિવના સાઉદવાડી વણાંકબારાના માછીમારો પાકિસ્તાની જેલ વાસ ભોગવી રહ્યા છે. ત્યારે દમણ દિવના સાંસદ લાલુભાઇ બી. પટેલ દ્વારા લોકસભામાં પ્રશ્નકાળ દરમ્યાન દિવના માછીમારોને જેલ માંથી મુક્તિ અપાવવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
હાલ માછીમાર પરિવારોની માંગ છે કે, હાલ બન્ને દેશોના સંબંધ સારા ન હોવા છતાં બન્ને દેશો એ વર્ષો થી આંતરરાષ્ટ્રીય જળ સીમા ઓળગવાના મુદ્દા નો ઉકેલ માછીમારોના હિત માં બેઠક યોજી લાવવો જોઈએ.