Skip to main content
Settings Settings for Dark

ગુજરાત વિધાનસભા : શિયાળુ સત્રનો આજે અંતિમ દિવસ, મહત્વપૂર્ણ બિલો પાસ થવાની સંભાવના

Live TV

X
  • ગઈકાલે ગુજરાત રાજ્ય શિક્ષણ પરિષદ સુધારા વિધેયક 2019 અને મહેસુલ સુધારા વિધેયક સર્વાનુમતે પસાર

    ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્રનો ગઇકાલે બીજો દિવસ હતો. ત્યારે આજે ગૃહમાં પાણી અને ખેડૂતો મુદ્દે ઉપરાંત માર્ગ-મકાન, આરોગ્ય, મીઠા ઉદ્યોગ, શિક્ષણ, ગૌ-સંવર્ધન, ઉર્જા, વન, આદિજાતિ વિકાસ, પંચાયત અને પર્યાવરણના મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી છે.તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના વિકાસ કામોમાં સ્થગિતતા, લોકસભા ચૂંટણી આચારસંહિતા, તથા કમોસમી વરસાદના લીધે હતી. હવે આ કામો યુદ્ધના ધોરણે હાથ ધરાઈ રહ્યાં છે. તો ડેમો વિશે માહિતી આપતાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર વિસ્તારના હયાત ડેમોને છેલ્લા બે વર્ષમાં 364.11 મિલિયન ઘન મીટર પાણી આપવામાં આવ્યું છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગની કામગીરી વિશે નાયબ મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, મેલેરિયા, ડેન્ગ્યુ, જેવા પાણીજન્ય રોગો અટકાવવા માટે આરોગ્ય વિભાગે ઘનિષ્ઠ પગલાં લીધા છે.તો વિધાનસભામાં ગુજરાત રાજ્ય શિક્ષણ પરિષદ સુધારા વિધેયક 2019 સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહેસૂલ મંત્રી કૌશિક પટેલે ગુજરાત વિધાનસભામાં ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ 1879 માં તૃતિય સુધારા વિધેયક 2019 રજૂ કર્યું હતું. મહેસૂલમંત્રીએ વિધેયક વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ વાળી રાજય સરકાર દ્વારા પરિવર્તનીય વિસ્તારો ના મિલકત ધારકોના દાવા પ્રમાણપત્રની મૂદત 90 દિવસથી વધારીને 365 દિવસ કરાઈ છે. એક જ હપ્તામાં રકમ ભરવાને બદલે માંડવાળ ફી સહિતની રકમ ભરવા મિલકત ધારકોને ચાર સરખા સરળ હપ્તા ભરવાની સવલત મળશે. ત્યારબાદ સુધારા વિધેયક વિધાનસભામાં સર્વાનુમતે પસાર થયું હતું.તો વિધાનસભામાં સુજલામ સુફલામ, નર્મદાની કામગીરી મામલે વિપક્ષે કરેલા આક્ષેપો અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાધાણીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply